ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીએ નવાવરસની ઊજવણી સાથે કરી
- ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા દરમિયાન
- જોકે પાપારાત્ઝીને જોતાં જ બન્નેએ પોતાનો ચહેરો સંતાડી દીધો
મુંબઇ : સૈફ અલી ખાનનો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ડેટિંગ કરી રહ્યા હોવાની અફવા છે. જોકે આ યુગલ વારંવાર જાહેરમાં સાથે જોવા મળે છે. હાલમાં જ નવા વરસની ઊજવણી દરમિયાન આ યુગાલ સાથે જોવા મળ્યુ હતું. પાપારાત્ઝીઓએ તેમને જોતાં જ તસવીરો અન ેવીડિયો ક્લિક કરવા લાગ્યા હતા.ત્યારે પલકે પોતાનો ચહેરો છુપાવી દીધો હતો.
એક પાપારાત્ઝીએ પોતાના ઇન્સ્ટાગ્રામના એકાઉન્ટ પર વીડિયો શેર કર્યો છે. જેમાં પલક તિવારી પોતાનો ચહેરો નીચો કરીને છુપાવી રહી છે જ્યારે ઇબ્રાહમ અલી ખાને પણ ચહેરો હાથેથી ઢાંકી દીધેલો જોવા મળે છે.
ઇબ્રાહિમ અલી ખાનની કારકિર્દીની હજી શરૂઆત જ હોવાથી તે પોતાનો સંબંધ જાહેર કરતો નથી અને છુપાવવા માંગે છે.
પલક તિવારીએ સલમાન ખાનની કિસી કા ભાઇ કિસી જાન ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી છે જ્યારે ઇબ્રાહમ અલી ખાન કરણ જોહરને આસિસ્ટ કરી રહ્યો છે.
એક ટેલિવિઝન શોમાં સૈફ અલી ખાનને પુત્ર ઇબ્રાહમ વિશે પુછવામાં આવ્યુ હતું ત્યારે તેણે કહ્યુ હતું કે,હું તેમના અંગત સંબંધોમાં માથું મારતો નથી. તેઓ આપણું માનવાના નથી તે હું સારીરીતે જાણું છે. તેઓ સ્વતંત્ર રીતે જીવે છે. હા, પણ જ્યારે તે કોઇ સમસ્યા લઇને મારી પાસે આવે છે ત્યારે હું ચોક્કસ તેમનું માર્ગદર્શન કરું છું.