'તને તો જોઈ લઇશ...', જાણીતા રેપર પર ભડક્યો હની સિંહ, બીમારીની મજાક ઉડાવી હતી
Yo Yo Honey Singh on Badshah : હાલના દિવસોમાં સિંગર બાદશાહ શાંતિની વાત કરતો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં તેણે દિલજીત દોસાંઝ અને એપી ધિલ્લોન વચ્ચે ચાલી રહેલા વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. સિંગરે બંનેને ભૂલ ન કરવાની સલાહ આપી હતી. આ પછી લાઈવ મ્યુઝિક ઈવેન્ટમાં તેણે હની સિંહ સાથે ચાલી રહેલી નારાજગીને ખતમ કરવાની પણ વાત કરી હતી. હવે હની સિંહે બાદશાહ સાથે ચાલી રહેલા ઝઘડા પર પોતાનું મૌન તોડ્યું છે.
ડીજે વાલે બાબુ અને લડકી પાગલ હૈ જેવા ગીતો ગાઈને લોકોને પોતાના દિવાના બનાવનાર રેપર અને સિંગર બાદશાહ હાલ વિવાદોના કારણે ચર્ચામાં છે. હની સિંહ પ્રત્યેની તેની નારાજગી અને ચાલી રહેલો વિવાદ કોઈનાથી છુપી નથી. વર્ષ 2024માં બંનેએ એકબીજાના દાવાઓ પર ખુલીને વાત કરી હતી. જો કે, તેમની વચ્ચે બધુ બરાબર ચાલતું હોય તેવું લાગતું નથી.
કેટલીક ગેરસમજને કારણે હું ગુસ્સે હતો- બાદશાહ
બાદશાહે તાજેતરના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, 'મારા જીવનમાં એક સમયે હું કોઈ વ્યક્તિથી ગુસ્સે થયો હતો અને હવે હું તેનો અંત લાવવા માંગુ છું. કેટલીક ગેરસમજને કારણે હું ગુસ્સે હતો. પરંતુ જ્યારે અમે સાથે હતા ત્યારે બહુ ઓછા લોકો જોડાનારા હતા. આજે હું દરેકને કહેવા માંગુ છું કે મેં તે તબક્કો પાછળ છોડી દીધો છે અને ભવિષ્ય માટે તેમને શુભેચ્છા પાઠવું છું.'
શું કહ્યું હની સિંહે?
એક ઈન્ટરવ્યૂમાં હની સિંહે બાદશાહની વર્ષો જૂની દુશ્મનીનો અંત લાવવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. હની સિંહે કહ્યું હતું કે, 'આ માણસ વર્ષોથી મારી સામે ઝેર ઓકતો રહ્યો છે. મેં તેનો ક્યારેય જવાબ આપ્યો નથી, પરંતુ ચાહકો ઇચ્છે છે કે હું તેના પર પ્રતિક્રિયા આપું. જ્યારે હું બીમાર હતો ત્યારે તેણે મારી અને મારી બીમારીની મજાક ઉડાવી હતી અને સતત મારા વિશે વાત કરતા ગીતો બનાવ્યા હતા.' તેણે બાદશાહ સાથે આવનારા કોઈપણ પ્રોજેક્ટમાં કામ કરવાની પણ ના પાડી દીધી છે.
હની સિંહે એક કવિતા લખીને પોતાની વાત કહી હતી
મેરી અધમરી લાશ સુનાતે હુએ દિયા કરારા જવાબ
ઇસ લાશ કો સાડ કે શેક લુંગા મેં
તુમ્હે દેખ લુંગા મેં.
હની સિંહની ડોક્યુમેન્ટરી નેટફ્લિક્સ પર રીલિઝ
બોલિવૂડની અનેક ફિલ્મોમાં ગીતો આપનાર હની સિંહની ડોક્યુમેન્ટ્રી નેટફ્લિક્સ પર હાલમાં રીલિઝ કરવામાં આવી છે. યો યો હની સિંહ ફેમસમાં તેણે પોતાની બીમારીથી લઈને શાહરૂખ ખાનને થપ્પડ મારવાની અફવાઓ સુધીની દરેક બાબત પર પોતાની પ્રતિક્રિયા આપી છે.