મને કંઈ શીખવાડ્યું ન હતું, સીધી એક્ટિંગ કરવા મોકલી દીધી : સુપરસ્ટાર દીકરીનું ચોંકાવનારું નિવેદન

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
મને કંઈ શીખવાડ્યું ન હતું, સીધી એક્ટિંગ કરવા મોકલી દીધી : સુપરસ્ટાર દીકરીનું ચોંકાવનારું નિવેદન 1 - image


Image Source: Facebook

મુંબઈ, તા. 07 માર્ચ 2024 ગુરૂવાર 

બોલીવુડના ઘણા સ્ટાર્સકિડ્સ એક નહીં અનેક છે. ઘણા સ્ટાર્સે પોતાને સાબિત કર્યા અને અમુક ગાયબ થઈ ગયા. આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે. રાજ કપૂરથી લઈને અમિતાભ બચ્ચન અને શ્રીદેવીથી શાહરુખ ખાન સુધી ઘણા નામ સામેલ છે. જેમાંથી ઘણા સ્ટાર પોતાની પહેલી ફિલ્મથી ચમકી ગયા અને પછી 

ગાયબ થઈ ગયા. આ લિસ્ટમાં સુપરસ્ટાર શત્રુઘ્ન સિન્હાની પુત્રી સોનાક્ષી સિન્હાનું નામ છે. સલમાન ખાનની હીરોઈન બનીને તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી, પરંતુ પછી પોતાના દમ પર અમુક કમાલ નહીં કરી શકી. 

શત્રુઘ્ન સિન્હાએ પોતાના કરિયરમાં એકથી એક શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યુ. ક્યારેક તેઓ વિલન બન્યા અને ક્યારેક હીરોની સામે લડ્યા. શત્રુઘ્નની પુત્રી સોનાક્ષી સિન્હાએ વર્ષ 2010માં બોલીવુડમાં ચુલબુલ પાંડેની સાથે એન્ટ્રી લીધી. ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ પરંતુ પછી એક્ટ્રેસ કંઈ કમાલ ના કરી શકી. બ્લોકબસ્ટર ફિલ્મ બાદ એક્ટ્રેસે કંઈક એવુ કહી દીધુ, જે ચોંકાવનારુ છે. 

સોનાક્ષી સિન્હા હીરામંડી: ધ ડાયમંડ બજારને લઈને ચર્ચામાં છે. સંજય લીલા ભણસાલીની આ વેબ સિરીઝમાં સોનાક્ષી નજર આવવાની છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની ફિલ્મી જર્નીને લઈને વાત કરી. તેમણે જણાવ્યુ કે શત્રુઘ્ન સિન્હાની પુત્રી હોવા છતાં તેમણે ક્યારેય ફિલ્મી સેટને જોયો નથી. તેમણે કહ્યુ કે ઝીરોથી તેમણે પોતાની આ જર્નીને શરૂ કરી. 

સોનાક્ષીએ કહ્યુ કે મને વારસામાં કંઈ મળ્યુ નથી. હુ અનુભવથી શીખી છુ. મે એકદમ ઝીરોથી શરૂઆત કરી. મને ફિલ્મ સેટ પર રહેવાનો કોઈ અનુભવ નહોતો. જ્યારે હું નાની હતી ત્યારે હુ મારા પપ્પાના સેટ પર જતી નહોતી. મે કોઈ એક્ટિંગ, ડાન્સ કે કોઈ અન્ય વસ્તુ માટે કોઈ ટ્રેનિંગ લીધી નથી. મને આ માટે તૈયાર કરવામાં આવી નહોતી. મને તો એક ઊંડા તળાવમાં ફેંકી દેવામાં આવી અને કહેવામાં આવ્યુ હતુ કે ઠીક છે હવે તરવાનું શીખો અને આ રીતે મે શીખ્યુ.

સોનાક્ષીએ આગળ કહ્યુ કે તે પોતાના દરેક અનુભવને સાચવીને રાખે છે. તેમણે કહ્યુ કે જે પણ વ્યક્તિની સાથે તેમણે કામ કર્યુ, તેમણે તેમના વિકાસમાં યોગદાન આપ્યુ. જેના કારણે તે આ સ્થાને પહોંચી. તેમણે કહ્યુ કે સંજય લીલા ભણસાલી જેવા સિનેમાના દિગ્ગજે હીરામંડીમાં ફરીદા જેવી જટિલ ભૂમિકા રજૂ કરી અને એ વિશ્વાસ દર્શાવ્યો કે હું કરી શકુ છુ. સોનાક્ષી સિન્હાએ જણાવ્યુ કે જ્યારે તેમણે આ રોલ માટે મારી સાથે વાત કરી તો મે તેમને કહ્યુ, મને આ પ્રકારની ભૂમિકા માટે પસંદ કરવા માટે દિલથી ધન્યવાદ. 

એક્ટ્રેસે આગળ કહ્યુ કે હુ છેલ્લા 14 વર્ષોથી કામ કરી રહી છુ અને મે દરેક પ્રકારની ભૂમિકાઓ નિભાવી છે. મે હકીકતમાં કોમર્શિયલ મસાલા ફિલ્મોથી શરૂઆત કરી. જ્યાં માત્ર અને માત્ર હીરો અને હીરોની વાત થાય છે. તેમણે કહ્યુ કે હુ કોઈ ફરિયાદ કરી રહી નથી પરંતુ એવી ફિલ્મોથી મને આત્મવિશ્વાસ મળ્યો. જ્યારે હુ પોતાના દમ પર ફિલ્મો બનાવવામાં સક્ષમ થઈ ગઈ. ત્યારે મે હકીકતમાં મજબૂત મહિલા પાત્ર નિભાવવાનું શરૂ કર્યુ, જે બીજાથી અલગ હતા. સોનાક્ષીએ 2010માં સલમાન ખાનની સાથે દબંગથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી. તેમણે અકીરા અને નૂર જેવી અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યુ.


Google NewsGoogle News