મેં કશું ખોટું કર્યું નથી, પત્નીનું નામ ના ઉછાળશો: અશ્લીલ વીડિયો મામલે રાજ કુંદ્રાએ ત્રણ વર્ષે તોડ્યું મૌન
Image Source: Twitter
Raj Kundra On Pornography Case: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીનો પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાને હાલમાં જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા પોર્નોગ્રાફી કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ સમન્સ ED દ્વારા રાજ કુન્દ્રા સાથે સંકળાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યાના થોડા દિવસો બાદ મોકલવામાં આવ્યું હતું. આ દરોડા મની લોન્ડરિંગ તપાસના ભાગ રૂપે હાથ પાડવામાં આવ્યા હતા, જે પોર્નોગ્રાફી કન્ટેન્ટના પ્રોડક્શન અને ડિસ્ટ્રીબ્યુશન સાથે જોડાયેલા હતા. જુલાઈ 2021માં મુંબઈ પોલીસે રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી કન્ટેન્ટ બનાવવા અને ડિસ્ટ્રીબ્યુટ કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.
જોકે બાદમાં તેને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. રાજ કુન્દ્રાએ આ આરોપોને ફગાવી દેતાં દાવો કર્યો કે, 'આ કેસમાં મને 'બલિનો બકરો' બનાવવામાં આવ્યો હતો. મારે પોર્નોગ્રાફી સાથે કોઈ લેવાદેવા નથી. જ્યારે આ આરોપો સામે આવ્યા ત્યારે મને ખૂબ દુઃખ થયું. મને જામીન એટલા માટે મળ્યા કારણ કે આ કેસમાં પોલીસ કે EDને કોઈ ઠોસ પુરાવા નહોતા મળ્યા. હું જાણું છું કે મેં કંઈ ખોટું કર્યું નથી.'
હું એપમાં A રેટેડ ફિલ્મો બતાવતો હતો
રાજ કુન્દ્રાએ આગળ કહ્યું કે 'મારા દ્વારા ચલાવવામાં આવતી એપ્સમાં કોઈપણ પ્રકારની પોર્નોગ્રાફી નથી. હું એપમાં A રેટેડ ફિલ્મો બતાવતો હતો જે જૂના દર્શકો માટે બનાવવામાં આવી હતી, પરંતુ તે પોર્નોગ્રાફી નહોતી. મારું કામ માત્ર ટેક્નિકલ સર્વિસ આપવાનું હતું અને મેં ક્યારેય કોઈ પોર્નોગ્રાફી ફિલ્મમાં કામ કર્યું નથી. રાજ કુન્દ્રાએ આ મામલે પોતાની ભૂમિકાને સંપૂર્ણપણે ટેકનિકલ સેવાઓ પૂરી પાડવા સુધી મર્યાદિત ગણાવી હતી.'
રાજ કુન્દ્રાનો પડકાર
રાજ કુન્દ્રાએ કહ્યું કે, 'જો કોઈ છોકરી કહે છે કે તેણે મારી સાથે મળીને અથવા મારી કોઈપણ પ્રોડક્ટમાં કામ કર્યું છે, તો મીડિયાએ સાબિત કરવું પડશે કે હું 13 એપ્સનો મુખ્ય વ્યક્તિ છું. હું માત્ર સોફ્ટવેર ટેકનિશિયન તરીકે સામેલ હતો. તમને જણાવી દઈએ કે, ફેબ્રુઆરી 2021માં મુંબઈ પોલીસે પોર્નોગ્રાફી રેકેટની તપાસ હાથ ધરી હતી. અનેક મહિલાઓએ ફરિયાદ કરી હતી કે, તેમને ફિલ્મો અને વેબ સિરીઝના ઓડિશનના નામ પર વાંધાજનક કન્ટેન્ટ બનાવવા માટે મજબૂર કરવામાં આવી હતી.
આ પણ વાંચો: યુપીના સંભલમાં વધુ એક મંદિર બંધ હાલતમાં મળ્યું, પોલીસે તાળાં ખોલી કરી સાફ-સફાઇ
તમને જણાવી દઈએ કે, આ મહિલાઓના કહેવા પ્રમાણે તેમના પર શૂટ પૂર્ણ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું, જે બાદમાં ઓનલાઇન પ્લેટફૉર્મ HotHit Movies અને Nuefliks પર સબસ્ક્રિપ્શન હેઠળ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવ્યું હતું. આ તપાસમાં રાજ કુન્દ્રા મુખ્ય શંકાસ્પદ તરીકે સામે આવ્યો હતો. બાદમાં રાજ કુન્દ્રાએ પોતાના પર એક ફિલ્મ પણ બનાવી હતી, જેમાં તેણે જેલમાં વિતાવેલો સમય બતાવ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઑફિસ પર ખરાબ રીતે ફ્લોપ થઈ હતી.