કપિલના શો સાથે મારે કોઈ લેવાદ દેવા નથીઃ સલમાનની સ્પષ્ટતા
- શોમાં રવિન્દ્રનાથ ટાગોરનાં અપમાન વિશે વિવાદ
- બંગાળનાં સંગઠનોએ સલમાનને પણ નોટિસ ફટકારતાં તેની કંપની દ્વારા સ્પષ્ટતા
મુંબઇ : કપિલ શર્માના 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો'માં રવીન્દ્રનાથ ટાગોરનો અનાદર થવાના આરોપ સાથે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે. આ શો સાથે સલમાન ખાન પણ જોડાયેલો હોવાનું ગણીને તેને પણ કાયદાકીય નોટીસ પાઠવવામાં આવી છે. આ સંદર્ભમાં સલમાને સ્પષ્ટતા કરી છે કે તેને આ શો સાથે કોઈ લેવાદેવા નથી.
બંગો ભાષી મહાસભા ફાઉન્ડેશન દ્વારા અપાયેલી કાયદેસરની નોટીસમાં દાવોકરવામાં ાવ્યો છે કે, 'ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો 'દ્વારા નોબેલ પુરસ્કાર વિજેતા રવિન્દ્રનાથ ટાગોરનું અપમાન કરવામાં આવ્યું છે અને સાંસ્કૃતિક અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે.