અમિતાભ બચ્ચને કહ્યું- 'દુનિયાની તમામ મહિલાઓ પર મને ક્રશ', સાંભળીને સૌકોઈ ચોંકી ગયા

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
અમિતાભ બચ્ચને કહ્યું- 'દુનિયાની તમામ મહિલાઓ પર મને ક્રશ', સાંભળીને સૌકોઈ ચોંકી ગયા 1 - image


નવી મુંબઇ,તા. 24 નવેમ્બર 2023, શુક્રવાર 

બિગ બી અમિતાભ બચ્ચનનો શો ‘કૌન બનેગા કરોડપતિ’ હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે શો અલગ હતો. આ શોમાં બીગ બી પોતાના અંગત જીવન વિશે ઘણા ખુલાસા કરીને જીવનની રસપ્રદ વાતો પણ કહેતા રહે છે. આજે પણ આ શો ને દર્શકો એટલો જ પ્રેમ આપે છે. 

હાલમાં જ શો દરમિયાન બિગ બીએ પોતાના ક્રશ વિશે વાત કરી છે જે જાણીને તમામ જનતા ચોંકી ગઇ હતી. 

કૌન બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન 5માં ધોરણમાં ભણતા એક કંટેસ્ટન્ટ સાથે મસ્તીના મુડમાં જોવા મળ્યા હતા. જેમાં સ્પર્ધકની બહેન કહે છે કે, સ્કૂલની ઘણી છોકરીઓને તેના ભાઈ પર ક્રશ છે. પછી જ્યારે બિગ બી તેને ચીડવવા લાગે છે, ત્યારે તે કહે છે, સર, કંઈ બોલશો નહીં, મારે સ્કૂલે પાછું જવું પડશે. 

જે બાદ કંટેસ્ટન્ટ બીગ બીને પૂછે છેકે, સર તમારો ક્રશ કોણ છે?

આના પર બિગ બી કહે છે, મને દુનિયામાં જેટલી મહિલાઓ છે, તે તમામ મહિલાઓ પર ક્રશ છે કારણ કે, બધી જ મહિલાઓ સુંદર છે. ત્યાં બેઠેલા બધા માણસો મિત્રો બની ગયા. બિગ બીની વાત સાંભળીને ત્યાં હાજર દરેક લોકો હસવા લાગે છે. બિગ બીની વાત સાંભળીને ત્યાં હાજર દરેક લોકો હસવા લાગે છે.

વર્ક ફ્ન્ટની વાત કરીએ તો, બિગ બી છેલ્લે ફિલ્મ ગણપતમાં જોવા મળ્યા હતા જેમાં ટાઈગર શ્રોફ અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મને બહુ રિસ્પોન્સ મળ્યો ન હતો. હવે બિગ બી ફિલ્મ કલ્કી 2898 એડીમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને પ્રભાસ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મને લઈને ચાહકોને ઘણી અપેક્ષાઓ છે. 

બિગ બી આ પહેલા પણ દીપિકા સાથે કામ કરી ચુક્યા છે. જોકે, તે પ્રભાસ સાથે પહેલીવાર કામ કરશે. પ્રભાસ સાથે દીપિકાની પણ આ પહેલી ફિલ્મ છે.


Google NewsGoogle News