મને નથી લાગતું કે, સ્ત્રીઓ પુરૂષો વિના સફળ થઈ શકે અને પુરુષો સ્ત્રીઓ વિના: દીપિકા પાદુકોણ
નવી મુંબઇ,તા. 25 જાન્યુઆરી 2024, ગુરુવાર
એક્ટર ઋત્વિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર આજે રિલીઝ થઇ ગઇ છે. આ જોડી પહેલીવાર સ્ક્રિન પર સાથે જોવા મળી છે. આ પહેલાં દીપિકા 'જવાન' અને 'પઠાણ' જેવી ફિલ્મો કરી ચૂકી છે. હવે અભિનેત્રી પાસે 'સિંઘમ અગેન' અને પ્રભાસની 'કલ્કી 2898 એડી' પાઇપલાઇનમાં છે. ખાસ વાત એ છે કે આ તમામ ફિલ્મો મેલ સેંટ્રિક છે.
તાજેતરમાં દીપિકાએ મેલ સેંટ્રિક ફિલ્મોમાં કામ કરવાની વાત કરી છે. મીડિયા સાથે વાત કરતા દીપિકા પાદુકોણે કહ્યું- 'તમે ક્યારેય એકલા કંઈ કરતા નથી. મને નથી લાગતું કે સ્ત્રીઓ પુરૂષો વિના સફળ થઈ શકે અને પુરુષો સ્ત્રીઓ વિના સફળ થઈ શકે. મને લાગે છે કે આપણે ફેમિનિઝની વ્યાખ્યાને ફરીથી લખવાની જરૂર છે.
'પીકુ' વિશે આ કહ્યું
આ દરમિયાન દીપિકાને પૂછવામાં આવ્યું કે શું તે ફરીથી 'પીકુ'જેવી ફિલ્મો કરવા ઇચ્છે છે?
જેના જવાબમાં અભિનેત્રીએ કહ્યું - 'સ્પેસ છે, લેખકોએ લખવું પડશે. તે થશે, પરંતુ મને લાગે છે કે તે સમય પર ડિપેન્ડ કરે છે. કોવિડ પછી, દરેકને થોડો ડર લાગવા લાગ્યો છે કે કયુ કામ કરવુ કરિયર માટે સારુ રહેશે અને કયું કામ ખરાબ. મારા માટે આ એક નવો અનુભવ હતો દરેક વ્યક્તિ બહાર આવી રહ્યો હતો અને અમે પણ ઘણી ધારણાઓ બનાવી કે અમે ક્યાં જઇ રહ્યાં છીએ.
દીપિકાને કેવા પ્રકારની ફિલ્મો કરવી ગમે છે?
દીપિકા પાદુકોણે વધુમાં કહ્યું કે, તે 50 કરોડ રૂપિયાના બજેટની ફિલ્મ કરી રહી છે કે 25 કરોડ રૂપિયાના બજેટની ફિલ્મનું નિર્દેશન કરી રહી છે તેનાથી ફરક નથી પડતો. કારણ કે, એકટ્રેસ કોઇ પણ ફિલ્મની સ્ક્રિપ્ટ ના આધારે તેને સિલેક્ટ કરવાનું પસંદ કરે છે જેનાથી તેને પ્રેરણા મળે.