હું રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા તૈયાર પરંતુ મારી આ શરત છે; જાણો રાહુલ ગાંધીને કોણે કરી લગ્નની ઓફર
નવી મુંબઇ,તા. 5 ઓગસ્ટ 2023, શનિવાર
ભારત જોડો યાત્રા દરમિયાન હરિયાણાની સોનીપતની ખેડૂત મહિલાઓને મળ્યા બાદ દિલ્હી જમવા આવવા માટે રાહુલ ગાંધીએ આપેલા આમંત્રણના સંદર્ભે જુલાઈ મહિનામાં RaGaએ એક લંચનું આયોજન કર્યું હતુ. આ ભોજન સમારંભનો એક રમૂજી વીડિયો વાયરલ થયો હતો જેમાં ખેડૂત મહિલાઓ સોનિયા ગાંધીને રાહુલ માટે વહુ લાવવા અરજ કરી રહી હતી. સોનિયા ગાંધીએ મહિલાઓને આપેલ જવાબ હતો કે, તમે કોઈ છોકરી શોધી આપો ને.
રાહુલ ગાંધી માટે માતા સોનિયા ગાંધી દ્વારા થયેલ આ ઓપન ઓફરને બોલિવૂડ અભિનેત્રીએ પોતાના માથે ઓઢી લીધી છે અને કહ્યું કે, હું રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા તૈયાર છું. વિવાદોના વમળમાં હંમેશા ઘેરાયેલી રહેતી આ બોલ્ડ અભિનેત્રીએ રાહુલ ગાંધી સાથે મેરેજ માટે એક શરત પણ મુકી છે.
અમે વાત કરી રહ્યાં છીએ ............ફેમ શર્લિન ચોપરાની...
અભિનેત્રી શર્લિન ચોપરા સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટથી અને નિવેદનથી લોકોનું ધ્યાન ખેંચતી રહે છે. શર્લિનના કપડાથી લઈને તેની હરકતો સુધી, દરેક વસ્તુ ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બની જાય છે. ત્યારે વધુ એક વખત આ એકટ્રેસ ચર્ચામાં આવી છે.
આ દરમિયાન શર્લિનનો એક વીડિયો ચર્ચામાં છે. એકટ્રેસ શર્લિને લગ્ન માટે હા કહી દીધી છે. આ વાયરલ વીડિયોમાં શર્લિનને પૂછવામાં આવ્યું હતું કે, શું તે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા ઈચ્છે છે?
જેના જવાબમાં એકટ્રેસે કહ્યું, “હા કેમ નહીં? પરંતુ મારી એક શરત છે કે, લગ્ન પછી હુ મારી સરનેમ ચોપરા રાખીશ.”
એકટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ યુઝર્સ કમેન્ટ કરી રહ્યાં છે, એક યુઝરે કમેન્ટ કરતા લખ્યુ કે, રાહુલ ગાંધીએ તેની સાથે લગ્ન કરીને પોતાનું જીવન બરબાદ ન કરવું જોઈએ. અન્ય યુઝરે લખ્યું, રાહુલ ગાંધી તમારી સાથે ક્યારેય લગ્ન નહીં કરે.
શર્લિન ચોપરા ઘણી વખત વિવાદોનો હિસ્સો બની ચૂકી છે. પોતાના નિવેદનોને કારણે તે લાઈમલાઈટમાં રહે છે. અભિનેત્રીનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે સાજીદ ખાનને બિગ બોસના ઘરમાંથી બહાર કાઢવાનો પૂરો પ્રયાસ કર્યો. અભિનેત્રીએ સાજિદને બહાર કાઢવા માટે પોલીસ સ્ટેશન સુધી ચક્કર લગાવ્યા હતા. સાજીદ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી.