છોકરો મારા કરતાં ઉંમરમાં નાનો હોય કે મોટો, હું...: મુનમુન દત્તાએ સગાઈની અફવા મુદ્દે જુઓ શું કહ્યું
નવી દિલ્હી,તા. 16 માર્ચ 2024, શનિવાર
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતા જી એટલે કે, મુનમુન દત્તા અને ટપ્પૂની સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર આવ્યા બાદ લોકો ચોંકી ગયા હતા. જોકે, બાદમાં મુનમુન દત્તાએ સગાઇના સમાચારને ફેક ગણાવ્યા હતા.
મુનમુન દત્તા પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં ક્યારેય અચકાતી નથી. જ્યારે ટપ્પુની ભૂમિકા ભજવનાર અભિનેતા રાજ અનડકટ સાથે તેની સગાઈના સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થયા ત્યારે તેણે સ્પષ્ટપણે તેને અફવા ગણાવી હતી. પરંતુ હવે અભિનેત્રીએ તેના લગ્ન અને સગાઈના સમાચાર પર પ્રતિક્રિયા આપતાં ફેક ન્યૂઝનો પણ ઉલ્લેખ કર્યો છે અને એક સ્ટેટસ મુક્યુ છે.
Screengrabs of Munmun Dutta’s Instagram stories
પોતાના ઈન્સ્ટા પર સ્ટોરી પોસ્ટ કરી આ અફવાહ ફેલાવનાર પર કટાક્ષ કરતા મુનમુન દત્તાએ લખ્યું કે- ખૂબ જ ફની વાત છે કે, કોઈ ફેક ન્યૂઝ આગની જેમ ફેલાઈ જાય છે અને બુમરેગની જેમ પાછી આવતી રહે છે. એક વખત ફરીથી વસ્તુઓ ક્લિયર કરી રહી છું. "ના સગાઈ થઈ છે, ના લગ્ન થયા છે અને ના હુ પ્રેગ્નેન્ટ છૂં."
આગળ મુનમુન દત્તાએ લખ્યું કે- "જો મને મારાથી નાના કે મોટા ઉંમરના યુવક સાથે લગ્ન કરવા હશે તો હું પ્રાઉડલી કરીશ. આ મારા બંગાળી જીન્સ છે. હું હંમેશા ગર્વ અને બહાદુરૂ અનુભવું છું. હવે મને એવી ફેક ખબરો પર પોતાની એનર્જી વેસ્ટ નથી કરવી. લાઈફમાં સારૂ કરવા માટે મૂવ ઓન કરવાની જરૂર છે. જય માતાજી" .