Get The App

મર્દ જેવું લાગવું હતું પણ લૂક્સની મજાક બની, બાળપણથી જ લોકો છેડતા...' એક્ટરનું દર્દ છલકાયું

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
મર્દ જેવું લાગવું હતું પણ લૂક્સની મજાક બની, બાળપણથી જ લોકો છેડતા...' એક્ટરનું દર્દ છલકાયું 1 - image


Actor Gulshan Devaiah On Childhood Trauma: હંટર ફેમ એક્ટર ગુલશન દેવૈયાએ ​​જણાવ્યું કે બાળપણમાં મને ખૂબ છેડવામાં આવતો હતો. કારણ કે, હું ન તો મર્દ જેવો ચાલતો હતો કે ન તો મર્દ જેવો દેખાતો હતો. મારે ખૂબ જ ટોણાં સાંભળવા પડ્યા છે. મારી સાથેના બાળકોએ મને ખૂબ પરેશાન કર્યો છે. જોકે, મોટો થયા બાદ ગુલશને પોતાની અંદર ઘણા સુધારા કર્યા છે. 

મેં ખૂબ જ સ્ટ્રગલ કર્યું

હવે ગુલશને આ અંગે વાત કરી છે, તેણે કહ્યું કે, મર્દાનગીને લઈને ઘણી માનસિકતા છે. મેં ખૂબ જ સ્ટ્રગલ કર્યું છે, હું એક મર્દ જેવો દેખાવા માગતો હતો. મને વાળ હોય તેવી છાતી જોઈતી હતી. વધુ હાઈટ, બ્રોડ સોલ્ડર જોઈતા હતા. હવે મારી હાઈટ વધી ગઈ છે પરંતુ સોલ્ડર બ્રોડ નથી થયા. મારી કમર પાતળી છે, મારી કોણીઓ પણ મોટી છોકરીઓના જેવી છે.

હું મર્દ જેવો બનવા માગતો હતો

ગુલશને આગળ જણાવ્યું કે, જ્યારે હું મોટો થઈ રહ્યો હતો મને ખૂબ છેડવામાં આવતો હતો. રસ્તા પર ચાલતા-ચાલતા જ સ્કૂલના બાળકો મને છેડતા હતા. હું 16 વર્ષનો હતો ત્યારે મારા પાતળા હાથને હલાવીને છોકરીની જેમ ચાલતો હતો. જોકે, હું સ્ટ્રેટ છું, હું મર્દ છું. તે સમયે તો મને આ વાતોની સમજ પણ નહોતી. ગુલશને કહ્યું કે હું બસ મર્દ જેવો બનવા માગતો હતો, મેં મારા હાથ કરેક્ટ કર્યા, જેવી રીતે મર્દ ચાલે છે તે રીતે ચાલવાની પ્રેક્ટિસ કરી. તે ખૂબ જ સરળ છે ને કે આપણે આપણી રીતે જ નિયમો બનાવી લઈએ છીએ. પિંક ન પહેરવું, આવી રીતે ન બોલવું, આવી રીતે ન ચાલવું વગેરે.

'જ્યારે પૈસાના નહોતા એટલે જમવાનું છોડ્યું...' દિવંગત PMનો દર્દભર્યો કિસ્સો દીકરીએ શેર કર્યો

ગુલશનને હંટર ફિલ્મથી ઓળખ મળી

જેવી રીતે મૂંછને લઈને માનસિકતા હતી કે મૂંછ નથી તો કંઈ નથી. પરંતુ બાદમાં આપણને સમજાઈ છે કે, આ બધુ બુલશિટ છે. હું મર્દ છું એ મારે સમજાવાની જરૂર નથી. ગુલશનને હંટર ફિલ્મથી ઓળખ મળી છે. તે છેલ્લી વાર જ્હાનવી કપબર સાથે ઉલઝ ફિલ્મમાં દેખાયો હતો. 


Google NewsGoogle News