હુમા કુરેશી આગામી ફિલ્મમાં રિક્ષા ડ્રાઇવરના રોલમાં જોવા મળશે

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
હુમા કુરેશી આગામી ફિલ્મમાં રિક્ષા ડ્રાઇવરના રોલમાં જોવા મળશે 1 - image


- વિપુલ મહેતાની આ ફિલ્મ સત્ય ઘટના પર આધારિત

મુંબઇ : શુક્રવારના વુમન્સ ડેના દિવસે, હુમા કુરેશીની ફિલ્મની ઘોષણા કરવામાં આવી છે, જેમાં તે  એવી મહિલા રિક્ષા ડ્રાઇવરની ભૂમિકા ભજવે છે જે દ્રઢ  ઇચ્છાશક્તિ અને દૂરદ્રષ્ટિવાળી મહિલાની સત્ય વાર્તા છે.  આ ફિલ્મનું દિગ્દર્શન વિપુલ મહેતાનું હશે. 

આ ફિલ્મ મહિલા ઓટોડ્રાઇવરની સત્ય ઘટના પર આધારિત છે. જે અસાધારણ કાર્ય કરનારી સામાન્ય મહિલાઓના સાહસને બિરદાવે છે. 

હુમાએ આ ભૂમિકા બાબતે જણાવ્યુ ંહતુ ંકે, આ રોલ કરવો એ મારા માટે એક દુર્લભ તક છે. મહિલાની શક્તિ પર આધારિત આ ફિલ્મની ઘોષણા અમે મહિલા દિને કરી છે. વિશાલ સાથે કામ કરવા હું ઉત્સાહિત છું. 


Google NewsGoogle News