Get The App

હુમા કુરેશી પણ નવલકથા લેખક બની ગઈ, પહેલી બૂક લોન્ચ

Updated: Dec 5th, 2023


Google NewsGoogle News
હુમા કુરેશી પણ નવલકથા લેખક બની ગઈ, પહેલી બૂક લોન્ચ 1 - image


- હુમાને નોવેલ પરથી ફિલ્મ બનાવવાની ઈચ્છા

- કોરોના કાળ વખતે નવલકથા લખી ટ્વિંકલ પછી બીજી હિરોઈન લેખિકા બની

મુંબઇ : અભિનેત્રી હુમા કુરેશી પણ નવલકથાકાર બની ગઈ છે. તેની પહેલી નોવેલ 'ઝેબા એન એક્સીડેન્ટલ સુપર હીરો' બેંગ્લુરુના લિટરેચર ફેસ્ટિવલમાં લોન્ચ કરાઈ હતી. હુમાના જણાવ્યા અનુસાર પોતે ૧૯૯૨ અને ૨૦૧૯ સુધીના કાળખંડને આવરી લેતી વાર્તા રચી છે. આ વાર્તામાં  એક કાલ્પનિક સામ્રાજ્ય અને  અને તેના દુષ્ટ રાજાની વાત છે. જેનો સામનો કરવા મહાશક્તિઓ ધરાવતી એક યુવતી ઝેબા હિંમત કરે છે. 

હુમાના જણાવ્યા અનુસાર કોરોના લોકડાઉન વખતે ફુરસદના સમયે પોતે આ નોવેલ લખવી શરુ  કરી હતી. રોજ સવારે તે ચોક્કસ સમયે લખવા બેસી હતી. 

તેણે કહ્યું હતું કે પોતે ઈચ્છે છે કે આ નોવેલ પરથી ફિલ્મ બને. શક્ય હશે તો હું જાતે જ ફિલ્મ બનાવીશ. 

બોલીવૂડમાં તાજેતરની પેઢીમાં અભિનયની સાથે રાઇટિંગ તરફ વળી હોય તેવી હુમા બીજી અભિનેત્રી છે. ટ્વિંકલ ખન્ના દેશની બહુ જાણીતી કોલમિસ્ટ અને લેખક બની ચુકી છે. ખાસ કરીને તેની હાસ્ય વ્યંગની ક્ષમતાઓથી ભલભલા ધુરંધર લેખકો પણ અચંબો અનુભવી રહ્યા છે. તાજેતરમાં ટ્વિંકલનું નવું પુસ્તક લોન્ચ થયું  હતું.


Google NewsGoogle News