હૃતિકની કઝિન પશ્મિનાની પહેલી ફિલ્મ આગામી જૂનમાં

Updated: Feb 16th, 2024


Google NewsGoogle News
હૃતિકની કઝિન પશ્મિનાની પહેલી ફિલ્મ આગામી જૂનમાં 1 - image


- ફિલ્મનું ટાઈટલ ઈશ્કવિશ્ક રિબાઉન્ડ 

- મૂળ શાહિદ કપૂર અને અમૃતા રાવની ફિલ્મ 'ઈશ્ક વિશ્ક'ની સિકવલ 20 વર્ષ પછી બની

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ: હૃતિક રોશનની કઝિન અને સંગીતકાર રાજેશ રોશનની દીકરી પશ્મિના પણ હિંદી ફિલ્મોમાં ડેબ્યૂ કરી રહી છે. તેની પહેલી ફિલ્મ 'ઈશ્કવિશ્ક રિબાઉન્ડ' આગામી જૂનમાં રીલીઝ કરવાની જાહેરાત થઈ છે. 

શાહિદ કપૂર અને અમૃતા રાવની હિટ ફિલ્મ 'ઈશ્ક વિશ્ક' ૨૦૦૩માં આવી હતી. આ ફિલ્મ તેની સિકવલ હશે. ફિલ્મમાં પશ્મિનાનો હિરો રોહિત શરાફ છે. 

ફિલ્મના અન્ય કલાકારોમાં જિબ્રાન ખાન તથા નૈના ગ્રેવાલનો પણ સમાવેશ થાય છે. 

રમેશ તૌરાણીએ બનાવેલી આ ફિલ્મનું દિગ્દર્શન નિપુણ અવિનાશ ધર્માધિકારીએ કર્યું છે. 

પશ્મિના  સોશિયલ મીડિયા પર પહેલેથી જ પોપ્યુલર છે. આજે તેણે પોતાની પહેલી ફિલ્મ આવી રહી હોવાની જાહેરાત કરી તે સાથે જ ચાહકોએ તેના પર અભિનંદનોનો વરસાદ વરસાવ્યો હતો. 


Google NewsGoogle News