હૃતિક રોશનનો દીકરો રીહાન સ્કોલરશિપ લઈ ભણવા ગયો
યુએસની બર્કલી મ્યુઝિક કોલેજમાં એડમિશન
માતા સુઝાન ભાવવિભોર, તેના બોયફ્રેન્ડ અર્સલન ગોનીએ અભિનંદન પાઠવ્યાં
મુંબઈ: સ્ટારકિડ્ઝના સંતાનો ભણવામાં ખાસ ઉકાળતાં હોતાં નથી. જોકે, હૃતિક રોશન અને સુઝાનનો દીકરો રીહાન સ્કોલરશિપ લઈને યુએસ ભણવા જતાં સમગ્ર રોશન પરિવાર તથા તેમના મિત્રો અને તેની માતા સુઝાનનો બોયફ્રેન્ડ અર્સલન ગોની પણ ખુશીથી ઝૂમી ઉઠયાં છે.
રિહાનને બર્કલીની મ્યુઝિક કોલેજમાં એડમિશન મળ્યું છે. આ એડમિશન કન્ફર્મ થતાં સુઝાને તેને અભિનંદન પાઠવ્યાં હતાં. સુઝાને એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે આ મારી જિંદગીના સૌથી યાદગાર દિવસમાંનો
એક બન્યો છે.
રિહાનના દાદા રાકેશ રોશને પણ તેને અભિનંદન પાઠવ્યાં છે અને તેને અચીવર ગણાવ્યો છે. સુઝાનના બોયફ્રેન્ડ અર્સલન ગોનીએ પણ તેને અભિનંદન આપી તેની આ સિદ્ધિ અંગે ખુશી વ્યક્ત કરી છે.
બોલીવૂડ સેલિબ્રિટીઓ એકતા કપૂર, બિપાશા બાસુ, સોનાલી બેન્દ્રે વગેરે પણ રિહાનને આ સિદ્ધિ માટે અભિનંદન પાઠવ્યાં હતાં.