Get The App

સુપરસ્ટાર હીરોની ગર્લફ્રેન્ડ હોવાનું ભારે પડ્યું, કામ ન મળતાં સોશિયલ મીડિયા પર દર્દ છલકાયું

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
Hrithik Roshan's Girlfriend Saba Azad


Hrithik Roshan's Girlfriend Saba Azad: રીતિક રોશન અને સબા આઝાદે તેમના પ્રેમને ક્યારેય છૂપાવ્યો નથી. મીડિયા સાથે વાત કરતી વખતે તેઓએ ભલે ક્યારેય તેમના સંબંધો વિશે કંઈ ન કહ્યું હોય, પરંતુ તેઓ દરરોજ સોશિયલ મીડિયા પર એકબીજાની તસવીરો શેર કરતા રહે છે.

સબાએ રીતિકના ફેમિલી ફંક્શનમાં પણ ઘણી વખત હાજરી આપી છે, જેની તસવીરો ખુદ અભિનેતાએ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. જો એક તરફ બંન્ને તેમની લવ લાઈફમાં ખૂબ જ ખુશ છે તો પ્રોફેશનલ ફ્રન્ટ પર સભા આઝાદ હવે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે, જેના વિશે તેણે ખુદ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે માહિતી શૅર કરી હતી. 

સબા આઝાદે તાજેતરમાં જ ઈન્સ્ટાસ્ટોરી પર કામ ન મળવા અંગે દિલથી લાગણી વ્યક્ત કરી હતી. કોઈનું નામ લીધા વિના તેણે જણાવ્યું કે, ‘મારી લવ લાઈફને કારણે મારા કામ પર અસર થઈ છે. હું ઘણાં વર્ષોથી વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે કામ કરું છું, પરંતુ છેલ્લા બે વર્ષથી મને વોઈસ ઓવરનું કામ મળ્યું નથી. દિગ્દર્શકો વિચારે છે કે જો હું એક અમીર અને સફળ અભિનેતાને ડેટ કરી રહી છું, તો મારે કદાચ કામની જરૂર જ નથી.’

સબા આઝાદે શૅર કરેલા ફોટોમાં તે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં ઊભી છે, જેમાં તેણે લખ્યું  છે કે ‘હું મારું જૂનું કામ ફરી કરવા જઈ રહી છું, વોઈસ ઓવર રેકોર્ડિંગ, બે વર્ષ પછી.’ આ પોસ્ટ પછી પણ તેણે બીજી ઘણી સ્ટોરીઝ શૅર કરી છે.

સબા આઝાદે એક પોસ્ટમાં લખ્યું છે કે ‘શું આપણે બધા પણ એ અંધકારમાં જીવી રહ્યા છીએ, જ્યાં લોકો માનતા હતા કે જો કોઈ મહિલાનો જીવનસાથી સફળ હોય છે તો તેને કામ કે ભોજનની કોઈ વ્યવસ્થા કરવાની જ જરૂર નથી? શું મારે બિલ કે રેન્ટ ભરવું જ નહીં પડે. આ દુઃખની વાત છે તે લોકો આજેય પછાત વિચારસરણી ધરાવે છે.’


Google NewsGoogle News