Fighter First Look: એરફોર્સ પાયલટ બનેલા ઋતિક રોશનનો ફર્સ્ટ લુક આવ્યો સામે, પ્રજાસત્તાક દિને થિયેટર પર કરશે એન્ટ્રી

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
Fighter First Look: એરફોર્સ પાયલટ બનેલા ઋતિક રોશનનો ફર્સ્ટ લુક આવ્યો સામે, પ્રજાસત્તાક દિને થિયેટર પર કરશે એન્ટ્રી 1 - image


Image Source: Twitter

મુંબઈ, તા. 04 ડિસેમ્બર 2023 સોમવાર

ઋતિક રોશન છેલ્લા ઘણા સમયથી ફિલ્મ ફાઈટરને લઈને લાઈમલાઈટમાં છે. દેશભક્તિથી ભરપૂર આ ફિલ્મમાં ઋતિકની સ્ટનિંગ પરફોર્મન્સ અને દીપિકા પાદુકોણની સાથે તેમની જોડી જોવા માટે ચાહકોમાં આતુરતા છે. આ દરમિયાન ફિલ્મથી ઋતિકનો ફર્સ્ટ લુક સામે આવી ગયો છે. શમશેર પઠાનિયાના કેરેક્ટરમાં એક્ટર બોક્સ ઓફિલ પર ધમાલ મચાવશે.

ફાઈટરથી ઋતિક રોશનનું લુક આઉટ

સિદ્ધાર્થ આનંદના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ એક્શન અને દેશભક્તિના આસપાસ ફરનારી કહાની છે. ઋતિક રોશન એરફોર્સ પાયલટ શમશેર પઠાનિયા ઉર્ફે 'પૈટી' ના રૂપમાં ધૂમ મચાવશે. અગાઉ પણ એક્ટરનો લુક શેર કરવામાં આવ્યો હતો, પરંતુ ચહેરા અને કેરેક્ટર નામની સાથે તેમની આખી ઝલક હવે જોવા મળી છે.

ચાહકો ઈમ્પ્રેસ થયા

ફાઈટરના ફર્સ્ટ લુકે ચાહકોને ખૂબ પ્રભાવિત કર્યા છે. તેમણે આને ઋતિકના કરિયરની બેસ્ટ ફિલ્મ પૈકીની એક ગણાવી છે. આ મૂવીમાં ઋતિક અને દીપિકા સિવાય અનિલ કપૂર પણ મહત્વનો રોલ નિભાવતા નજરે પડશે.

ટૂંક સમયમાં ટીઝર આવશે

ફર્સ્ટ લુક જાહેર થયા બાદ સોશિયલ મીડિયા પર ફિલ્મના ટીઝરની રાહ જોવાઈ રહી છે. એવી ચર્ચા છે કે ડંકીની સાથે આ ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવશે. જોકે, મેકર્સની તરફથી આ વિશે સત્તાવાર સ્ટેટમેન્ટ આવવાનું બાકી છે.

ઋતિક રોશનના અપકમિંગ પ્રોજેક્ટ

બોલીવુડના આ એક્ટર પાસે અયાન મુશર્જીની વોર 2 પણ છે. પહેલી વખત આ મૂવી દ્વારા ઋતિક સાઉથ સુપરસ્ટાર જૂનિયર એનટીઆરની સાથે સ્ક્રીન શેર કરતા નજર પડશે.


Google NewsGoogle News