ઋતિક રોશન વોર ટુનું શૂટિંગ પુરુ કર્યા પછી ક્રિશ 4નું શૂટિંગ શરૂ કરશે
- નિર્માતા રાકેશ રોશને આ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે
મુંબઇ : રાકેશ રોશન પોતાની ક્રિષ ફિલ્મની ફ્રેન્ચાઇઝીની તૈયારી કરી રહ્યો છે. તેનો પુત્ર અને અભિનેતા ઋતિક રોશન વોર ટુ ફિલ્મનું શૂટિંગ પુરુ કરીને ક્રિષ ૪નું શૂટિંગ શરૂ કરશે.
ક્રિષ ૪નું શૂટિંગ મુંબઇની સાથેસાથે યુરોપમાં પણ કરવામાં આવશે. રાકેશ રોશન ક્રિષ ૪ને ફક્ત નિર્માણ જ કરવાનો છે. તે દિગ્દર્શન કરવાનો નથી. તેના સ્થાને દિગ્દર્શક તરીકે કરણ મલ્હોત્રાને લેવામાં આવ્યો છે. જેણે ઋતિકની ફિલ્મ અગ્નિપથનું પણ દિગ્દર્શન કર્યું હતું.
સોશયલ મીડિયાના પોર્ટલના અનુસાર, વોર ટુનું શૂટિંગ આવતા વરસના એપ્રિલ મહિનામાં પુરુ થઇ જશે. આ ફિલ્મના થોડા ફાઇટિંગ અને સ્ટંટસ બાકી રહી ગયા છે. જેવું વોર ટુ ફિલ્મ પુરી થાય કે ઋતિક રોશન તરત જ ક્રિષ નું શૂટિંગ શરૂ કરી દેશે. હાલ ફિલ્મસર્જકે ફિલ્મની અન્ય બાબતો પર કામ શરૂ કરી દીધું છે.