'ભારતમાં PM બાદ સૌથી પાવરફુલ વ્યક્તિ હતો ઋત્વિક રોશન, પરંતુ...' : એક્ટ્રેસ અમીષા પટેલ
Image Source: Facebook
મુંબઈ, તા. 06 સપ્ટેમ્બર 2023 બુધવાર
અમીષા પટેલ અત્યારે ખૂબ ખુશ છે કેમ કે તેમની ફિલ્મ ગદર 2 એ ધમાલ મચાવી છે. ફિલ્મે 500 કરોડ કરતા વધુની કમાણી કરી લીધી છે. દરમિયાન અમીષા પટેલે ઋતિક રોશન અંગે એક નિવેદન આપ્યુ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. અમીષા પટેલે કહ્યુ કે ફિલ્મ 'કહો ના પ્યાર હે ના' ધમાકેદાર ડેબ્યૂ બાદ ઋતિક રોશન, PM બાદ સૌથી પાવરફુલ વ્યક્તિ બની ગયા હતા પરંતુ જે દર્શકોએ તેમને આ સ્થાન સુધી પહોંચાડ્યા તેઓ જ ઋતિકને પાછા લઈ આવ્યા.
PM બાદ સૌથી પાવરફુલ વ્યક્તિ હતો ઋત્વિક રોશન
અમીષા પટેલે કહ્યુ કે તે હજુ પણ ઋતિક રોશનના ટચમાં છે અને તેમના પિતા રાકેશ રોશને તેમને ગદર 2ની સક્સેસ બાદ શુભકામનાઓના મેસેજ પણ કર્યા હતા. જે બાદ અમીષા પટેલે કહ્યું, ફિલ્મ કહો ના પ્યાર હે બાદ ઋતિક મોટા ડાયરેક્ટર્સની સાથે કામ કરી રહ્યા હતા જેમ કે સૂરજ બડજાતિયા, સુભાષ ઘઈ, યશ રાજ ફિલ્મ્સ, મારી સાથે પણ પરંતુ કોઈ કામ તેમનુ સક્સેસફુલ રહ્યુ નહીં. હું અને તેઓ એક રાત્રે ચર્ચા કરી રહ્યા હતા કે કેવી રીતે એક શુક્રવારે ઋતિક, પીએમ બાદ સૌથી પાવરફુલ વ્યક્તિ બની ગયા હતા અને બીજા શુક્રવારે લોકો તેમની ફિલ્મોને સ્વીકાર કરી રહ્યા નહોતા. આ કેવી દુનિયા છે પરંતુ મને લાગે છે કે ઋતિક ગ્રીક ગોડ છે, તે સુપરસ્ટાર રહેશે હંમેશા. સારા ટેલેન્ટને ક્યારેય ડગાવી શકાય નહીં.
ઋતિક રોશન હંમેશા તણાવમાં રહેતા હતા
અમીષા પટેલે જણાવ્યુ કે તેમને ખરાબ લાગતુ હતુ જ્યારે તેમની ફિલ્મો લોકો પસંદ કરી રહ્યા નહોતા તેઓ કહેતા હતા કે ઋતિક માત્ર એક ફિલ્મના હીરો હતા. આવો ટેગ કોઈને આપવો ખોટી વાત છે. જે બાદ મે સાંભળ્યુ કે રાકેશ અંકલ 'કોઈ મિલ ગયા' ફિલ્મ લઈને આવી રહ્યા છે તો મને લાગ્યુ કે હવે ઋતિક કમબેક કરશે. અમે ફિલ્મ 'આપ મુજે અચ્છે લગને લગે' નું શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે ઋતિક ખૂબ તણાવમાં રહેતા હતા. તે મને કહેતા હતા કે અમીષા તમે તો બીજી ફિલ્મ ગદર આપી દીધી. હુ ફ્લોપ ફિલ્મો આપી રહ્યો છુ અને તમારી ફિલ્મ હીટ રહી. મે તેમને કહ્યુ હતુ કે ચિંતા ના કરો કેમ કે સમય બદલાય છે.