અજય દેવગણની નવી ફિલ્મમાં હૃતિક રોશન વિલન બનશે
મુંબઇ : અજય દેવગણ વધુ એક પિરિયડ ફિલ્મમાં દેખાવાનો છે. 'તાન્હાજી' ફિલ્મ બનાવનારા ઓમ રાઉતના દિગ્દર્શન હેઠળ તે એક મરાઠી ફિલ્મની રીમેક કરી રહ્યો છે. આ ફિલ્મ એક મરાઠી સેનાની પર આધારિત હોવાનું મનાય છે. આ ફિલ્મમાં અજય દેવગણ મુખ્ય નાયક તરીકે અને તેની સામે હૃતિક રોશન મુખ્ય વિલન તરીકે હશે તેવું ચર્ચાય છે.
મરાઠા સેનાની બાલાજી પ્રભુ દેશપાંડે પરથી મરાઠીમાં 'પવનખિંદ' નામની ફિલ્મ બની ચૂકી છે. જોકે, તેની રીમેકને વધારે ગ્રાન્ડ સ્કેલ પર બનાવાશે.
અજય દેવગણની 'સિંઘમ અગેઈન' તાજેતરમાં હિટ ગઈ છે. જોકે, તે પહેલાંની તેની પાછલા મહિનાઓની સંખ્યાબંધ ફિલ્મો નિષ્ફળ ગઈ છે.