ઋત્વિક રોશન અને દિપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર પર આ દેશોમાં લાગ્યો પ્રતિબંધ

Updated: Jan 24th, 2024


Google NewsGoogle News
ઋત્વિક રોશન અને દિપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટર પર આ દેશોમાં લાગ્યો પ્રતિબંધ 1 - image


નવી દિલ્હી,તા. 24 જાન્યુઆરી 2024, બુધવાર 

બોલીવૂડ એક્ટર ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ફાઈટરની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે ફિલ્મની રિલીઝને માત્ર એક જ દિવસ બાકી છે. આ ફિલ્મમાં ઋતિક અને દીપિકાની જોડી પહેલીવાર મોટા પડદા પર જોવા જઈ રહી છે, આ જોડીને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ શરૂ થઈ ગયું છે.

સિદ્ધાર્થ આનંદની ડાયરેક્ટ એરિયલ ફિલ્મ ફાઈટર 25 જાન્યુઆરીએ સિનેમા ઘરોમાં રહેલી થવા જઈ રહી છે. ફિલ્મને રિલીઝ પહેલા જ એક મોટો ઝટકો લાગ્યો છે. મળતી માહિતી પ્રમાણે આ ફિલ્મ ગલ્ફ દેશોમાં રિલીઝ નહીં થાય જેના કારણે તેના કલેક્શનને ઘણી અસર થશે.

ગલ્ફ દેશોમાં પ્રતિબંધિત

સેન્સરના કારણોસર ભારત અને પાકિસ્તાન પર આધારિત ફિલ્મ 'ફાઇટર' UAE સિવાય અન્ય ખાડી દેશોમાં રિલીઝ થશે નહીં. આ ફિલ્મ યુએઈમાં PG15  ક્લાસિફિકેશન સાથે પણ રિલીઝ થશે. બોલિવૂડની આ ફિલ્મમાં ચાહકો પહેલીવાર એરિયલ એક્શન જોવા જઈ રહ્યા છે. 

ક્લેક્શન પર અસર પડશે

ફાઈટર બોક્સ ઓફિસ પર સારું કલેક્શન કરશે તેવી અપેક્ષા છે. રિપોર્ટ્સનું માનીએ તો આ ફિલ્મ ભારતમાં પહેલા દિવસે લગભગ 25 કરોડ રૂપિયાનો બિઝનેસ કરી શકે છે. 26મી જાન્યુઆરીએ આ કલેક્શનમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ ફિલ્મને ભારતમાં લોંગ વીકેન્ડનો ઘણો ફાયદો થશે. પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં નુકસાન થવાનું છે. 

ફાઈટર ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે. ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, ઋત્વિકની સાથે દીપિકા પાદુકોણ, કરણ સિંહ ગ્રોવર, અનિલ કપૂર અને અક્ષય ઓબેરોય મહત્વની ભૂમિકામાં જોવા મળશે. 


Google NewsGoogle News