રિતિક રોશને ફિલ્મ ફાઇટર માટે અનિલ કપૂર કરતાં સાત ગણી ફી લીધી
- આ એરિયલ એક્શન ફિલ્મ 250-300 કરોડના બજેટમાં બનાવવામાં આવી છે
મુંબઇ : સિદ્ધાર્થ આનંદ દિગ્દર્શિત ફિલ્મ ફાઇટર હાલ રૂપેરી પડદે ધૂમ મચાવી રહી છે. ભારતની આ પ્રથમ એરિયલ એકશન ફિલ્મ છે. આ ફિલ્મ ૨૫૦-૩૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે.
આ ફિલ્મમાં ઋતિક રોશને અનિલ કપૂર કરતાં સાત ગણી ફી લીધી હોવાનું કહેવાય છે. ઋતિકે આ ફિલ્મ માટે ૫૦ કરોડ રૂપિયા મહેનતાણું લીધું છે. જ્યારે અનિલ કપૂરને ફક્ત સાત કરોડ રૂપિયા ફી ચુકવવામાં આવી છે.
ફિલ્મની મુખ્ય અભિનેત્રી દીપિકા પદુકોણ ઓયરફોર્સ પાયલટના રોલમાં જોવા મળે છે. તેને ૧૫ કરોડ રૂપિયા અને કરણ સિંહ ગ્રોવરને ૨ કરોડ તેમજ અક્ષય ઓબેરોયને એક કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા છે.