Get The App

સાઉથના સ્ટાર વિજય સેતુપતિ બન્યા હતા બોડી શેમિંગનો શિકાર, છલક્યું દર્દ

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
સાઉથના સ્ટાર વિજય સેતુપતિ બન્યા હતા બોડી શેમિંગનો શિકાર, છલક્યું દર્દ 1 - image


નવી મુંબઇ,તા. 10 જાન્યુઆરી 2024, બુધવાર 

વિજય સેતુપતિ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા છે. સાઉથ બાદ વિજયે બોલિવૂડમાં પણ પોતાની ખાસ ઓળખ બનાવી છે. વિજયની કેટરીના કૈફ સાથેની આગામી ફિલ્મ મેરી ક્રિસમસની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. . આ ફિલ્મમાં તે કેટરિના કૈફ સાથે લીડ રોલમાં જોવા મળશે.  આ ફિલ્મ 12 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ પહેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે કહ્યું હતું કે, ઉત્તર અને હિન્દી દર્શકોનો સામનો કરતા પહેલા તે અમુક વાતોથી ડરતા હતા. વિજયે હવે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે બોડી શેમિંગનો પણ શિકાર બન્યો છે. તેની ફેશન સેન્સ પર લોકોએ અનેકવાર સવાલો ઉઠાવ્યા છે.

એક ઈન્ટરવ્યુમાં વિજયે ખુલાસો કર્યો હતો કે, તેને બોલિવૂડની સાથે સાથે સાઉથમાં પણ બોડી શેમિંગનો શિકાર બનવું પડ્યું હતું. વિજયે કહ્યું કે, તે શું પહેરે છે તે અંગે તે ખૂબ જ સભાન છે, કારણ કે તેને ફંક્શન અને મીટિંગમાં ચપ્પલ પહેરવા પડે છે.

ચપ્પલ પહેરીને ફંક્શન કે ઈવેન્ટ્સમાં જવા વિશે વાત કરતાં વિજયે કહ્યું - હું આવો જ હતો, બોડી-શેમિંગ ફિલ કરાવવામાં આવતુ હતુ. સારી વાત એ છે કે લોકો તમને જેમ છો તેમ સ્વીકારે છે. આજે હું જ્યાં પણ જાઉં છું ત્યાં લોકો મને સ્વીકારે છે. આ એક આશીર્વાદ છે. આજે હું મારા દર્શકોને કારણે ખુશ છું.

કપડાંને લઇને બોલ્યાં વિજય 

જ્યાં એક તરફ વિજયની એક્ટિંગના વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ તેની ડ્રેસિંગ સ્ટાઈલ અને ચપ્પલને લઈને પણ ઘણી ચર્ચા થઈ રહી છે. આ વિશે વાત કરતાં વિજય સેતુપતિ જણાવે છેકે, આ તેમને પ્રભાવિત કરે છે. તે પોતાની ફેશન સેન્સને લઇને સચેત રહે છે. કેટલીકવાર હું મારા કપડાં વિશે ચિંતિત થઈ જાઉં છું કારણ કે હું માનું છું કે, હું જે પહેરું છું તેમાં હું કંફર્ટેબલ હોવ. વિજયે આગળ કહ્યું- ક્યારેક હું કપડાંને લઈને પણ ચિંતિત થઈ જાઉં છું. જો હું કોઈ ફંક્શનમાં જાઉં છું. ત્યાં લોકોને સારા પોશાક પહેરેલા જોઈને હું સભાન થઈ જાઉં છું. આ કારણોસર હું મીટીંગ અને ગેટ-ટુગેધરમાં જવાનું ટાળું છું.


Google NewsGoogle News