જેલમાં રિયા ચક્રવર્તી સાથે કેદીઓનું કેવુ હતુ વર્તન, વર્ષો બાદ એક્ટ્રેસે કર્યો ખુલાસો
Image Source: Instagram
- રિયા ચક્રવર્તીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો
મુંબઈ, તા. 26 ઓક્ટોબર 2023, ગુરૂવાર
Rhea Chakraborty On Jail: બોલીવુડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના નિધન બાદ તેમની કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) પર અનેક પ્રકારના ગંભીર આરોપો લાગ્યા હતા. ત્યારબાદ તેણે જેલ પણ જવું પડ્યુ હતું. હવે એક્ટ્રેસે ફરી એક વખત પોતાની લાઈફના સૌથી ખરાબ સમયના અનુભવને બધા સાથે શેર કર્યો છે. રિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતા જણાવ્યું કે, જેલમાં રહેવું મારા માટે ખૂબ જ ડરામણુ હતું. પંરતુ ત્યાં કેટલાક લોકો હતા જેમનો મને ખૂબ પ્રેમ મળ્યો હતો.
રિયા ચક્રવર્તીએ ફરી એક વખત પોતાનો જેલનો અનુભવ શેર કર્યો
રિયા ચક્રવર્તીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં જ્યારે રિયાને પૂછવામાં આવ્યું કે, જેલમાં તેનો અનુભવ કેવો રહ્યો હતો. આ સવાલ પર જવાબ આપતા એક્ટ્રેસે કહ્યું કે, જેલ એ જગ્યા છે જ્યાં તમને સોસાયટીથી રિમૂવ કરીને એક નંબર આપી દેવામાં આવે છે. કારણ કે, તમે સોસાયટી માટે અનફિટ થઈ જાવ છો અને આ જ વસ્તુ તમને તોડી નાખે છે.
જેલમાં મને ખૂબ જ અલગ પ્રકારનો પ્રેમ મળ્યો
રિયાએ આગળ કહ્યું કે જ્યારે હું જેલમાં ગઈ ત્યારે હું એક અંડર ટ્રાયલ કેદી હતી અને યોગાનુયોગ મારા જેવી ઘણી મહિલાઓ હતી જેમને દોષી ઠેરવવામાં નહોતી આવી. પરંતુ તેમને જોઈને અને તેમની સાથે વાત કરીને મને એક અલગ પ્રકારનો પ્રેમ મળ્યો. કારણ કે, તેઓ નાની વસ્તુમાં પ્રમ શોધી લેતા હતા. હા ક્યારેક ક્યારેક તેમની ભાષા મને અજીબ લાગતી હતી. પરંતુ તેમને જોઈને જ હું શીખી કે, જિદંગીને સ્વર્ગ અને નરક બનાવવું માત્ર તમારી ચોઈસ છે. ભલે પરિસ્થિતિ કેવી પણ હોય. ક્યારેક-ક્યારેક આ બેટલ લડવું મુશ્કેલ થઈ જાય છે પરંતુ તમારી અંદર સ્ટ્રેન્થ હોઈ તો બધુ સરળ થઈ જાય છે.
જેલમાં રિયાએ કર્યો હતો નાગિન ડાન્સ
આ અગાઉ રિયાએ જેલ વિશે વાત કરતા કહ્યું હતું કે, મેં જેલમાં બધાને વચન આપ્યું હતું કે, જ્યારે મને જામીન મળી જશે ત્યારે હું ત્યાં નાગિન ડાન્સ કરીશ. અને મને જામીન મળી જતા મેં ત્યાં મહિલાઓ સાથે નાગિન ડાન્સ કર્યો હતો.