શિવહરિની જુગલબંદીએ સિનેમાના લગાવ્યા ચાર ચાંદ,આ ફિલ્મોમા આપ્યુ હતુ સંગીત
નવી દિલ્હી, તા.10
મે 2022,મંગળવાર
ભારતના પ્રખ્યાત સંગીતકાર
વાદક પંડિત શિવલકુમાર શર્માનું મુંબઇમાં હાર્ટ અટેક આવવાના કારણે નિધન થયુ છે. તેમનો
પોતાનો એક ખાસ અંદાજ હતો જેના કારણે તેમણે પોતાને આતંરરાષ્ટ્રીય સ્તર પર એક અલગ જ
ઓળખ બનાવી હતી. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને ઘણી ઉંચાઇ સુધી પહોંચાડવા માટે પંડિત
શિવકુમારનું મહત્વનું યોગદાન છે.
બાંસુરીના દિગ્ગજ હરિપ્રસાદ ચૌરસિયાની સાથે મળીને સિલસિલા, લમ્હે અને ચાંદની જેવી ફિલ્મો માટે સંગીત તૈયાર કર્યું હતુ. આ બંનેની જોડીને શિવ હરિના નામે પણ ઓળખવામં આવે છે.
નૌ નૌ ચુડિયા સોન્ગ પર સંગીત આપ્યુ
શિવ હરિની જોડીએ શ્રી દેવીની ફિલ્મ ચાંદની ગીતમાં ‘મેરે હાથો મેં નૌ નૌ ચૂડિયા ‘મા સંગીત આપ્યુ હતુ. આજે પણ આ સોન્ગ લોકોના હોઠે છે.
ફિલ્મ સિલસિલાનું થીમ સોન્ગ
1981ની ફિલ્મ 'સિલસિલા'મા અભિનેતા અમિતાભ બચ્ચન, અભિનેત્રી જયા બચ્ચન અને રેખા મુખ્ય ભૂમિકામાં હતા. જેમાપંડિત શિવકુમાર શર્માએ થીમ
સોંગ માટે પણ સંગીત આપ્યું હતું. હરિપ્રસાદ ચૌરસિયા અને
શિવકુમાર શર્માની જોડીએ આ ફિલ્મ માટે બેકગ્રાઉન્ડ સ્કોર પૂરો પાડ્યો હતો. આ
ફિલ્મના ગીતો 'યે કહાં આ ગયે હમ', 'દેખા એક ખ્વાબ', 'રંગ બરસે ભીગે ચુનારવાલી' ખૂબ હિટ થયા હતા.
યશ ચોપરા ફિલ્મ સિલસિલા માટે નવા સંગીતકારની શોધમાં હતા. તેમણે સંગીતકાર તરીકે શિવહરીને પસંદ કર્યા. શિવહરીએ સિલસિલાના ગીતો માટે અલગ-અલગ ધૂન રચીને પોતાની જાતને સાબિત કરી બતાવી. આ ફિલ્મમાં લતા મંગેશકર અને કિશોર કુમાર ઉપરાંત અમિતાભ બચ્ચન પાસેથી પણ ગીતો ગવડાવ્યા હતા.
ફિલ્મ સિલસિલા માટે બેસ્ટ સંગીત નિર્દેશકનો એવોર્ડ મેળવ્યા પછી, આ જોડીએ યશ ચોપરાની ફિલ્મો માટે કંપોઝ કરવાનું
શરૂ કર્યું. 1985માં 'ફાસલે', 1988માં 'વિજય' અસફળ રહી, પરંતુ સંગીત હિટ રહ્યું હતુ. એવી ઘણી ફિલ્મો હોય
છે જેની સ્ટોરી તો દર્શકો ભૂલી જતા હોય છે પરંતૂ ગીતો યાદ રહી જાય છે.
યશ ચોપરાએ 1989માં ઋષિ કપૂર,
શ્રીદેવી અને
વિનોદ ખન્ના સાથે ફિલ્મ 'ચાંદની' બનાવી હતી. આ ફિલ્મના ગીતો ફિલ્મની રિલીઝ પહેલા
જ હિટ થઈ ગયા હતા. શિવ હરિના સંગીતથી આ ફિલ્મ હિટ બની હતી. આ બંનેના સંગીતે યશ
ચોપરાની કારકિર્દી પાછી પાટા પર લાવી દીધી હતી.
8 ફિલ્મોમા એકસાથે કામ કર્યું
શિવકુમાર શર્મા અન હરિપ્રસાદ ચૌરસિયાએ મળીને કુલ 8 ફિલ્મોમા એકસાથે કામ કર્યું
હતુ. જેમાંથી સાત ફિલ્મો યશ ચોપરાએ નિર્દેશિત કરી હતી. શિવહરિની જોડી યશ ચોપડાની ફિલ્મોના
સંગીતકારના રૂપમાં વિખ્યાત રહી છે.