Get The App

હોરર ફિલ્મો બનાવનારા દિગ્દર્શક તુલસી રામસેનું નિધન

- તેણે દો ગજ જમીન કે નીચે, હોટલ તેમજ પુરાના મંદિર જેવી હોરર ફિલ્મો બનાવી હતી

Updated: Dec 15th, 2018

GS TEAM

Google News
Google News
હોરર ફિલ્મો બનાવનારા દિગ્દર્શક તુલસી રામસેનું નિધન 1 - image

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 14 ડિસેમ્બર 2018, શુક્રવાર

તુલસી રામસે નું શુક્રવારે ૭૪ વરસની વયે નિધન થયું છે. તેમના પરિવારના એક સભ્યએ તેમના અવસાનના સમાચાર આપ્યા હતા. 

તુલસી રામસે ને છાતીમાં દુખાવો ઉપડયો હતો. એ પછી તેમનો પુત્ર તેમને અંધેરીની એક જાણીતી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ ત્યાં તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

ભારતીય સિનેમાં હોરર શ્રેણીની ફિલ્મોમાં સૌથી લાંબા સમય સુધી રામસે બ્રધર્સનો દબદબો હતો. ૯૦ના દશકામાં તેમણે  ઝી હોરર શોનું પણ દિગ્દર્શન કર્યું હતું.