બર્થડે સ્પેશ્યલ: પિતા મૂળ પાકિસ્તાનના, આજે દીકરો ભારતનો સૌથી અમીર રૅપર, વિવાદોથી ઘેરાયેલું છે કરિયર

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
બર્થડે સ્પેશ્યલ: પિતા મૂળ પાકિસ્તાનના, આજે દીકરો ભારતનો સૌથી અમીર રૅપર, વિવાદોથી ઘેરાયેલું છે કરિયર 1 - image


Yo Yo Honey Singh: હાલ ગીતોની સાથે રેપ પણ એક ટ્રેન્ડ બની ગયો છે, જે યુવાનોને ખૂબ પસંદ છે. ક્લબ હોય કે પાર્ટીઓ ગીતો વિના અધૂરી છે. ભારતમાં એવા ઘણા સ્ટાર્સ છે જેમણે પોતાના પરિવાર અને કરિયર માટે પોતાનો દેશ છોડી દીધો છે. આ યાદીમાં દિલીપ કુમાર અને અદનાન સામી જેવા ઘણા નામ સામેલ છે. પરંતુ આજે વાત કરવાની છે યો યો હની સિંહની, જેમના પિતા  પાકિસ્તાની શરણાર્થી છે, પાડોશી દેશ છોડી તેઓ ભારત આવ્યા અને પછી અહીંનો રહેવાસી બન્યા હતા. 41 વર્ષીય આ રૅપર હાલ એક ગીત માટે 25 થી 30 લાખ રૂપિયા વસૂલે છે. 

વિભાજન વખતે તે પાકિસ્તાનથી આવ્યા ભારત 

આજે, ભારતના સૌથી ધનિક રેપર તરીકે યો યો હની સિંહનું નામ મોખરે છે. તેઓ હાલ કરોડોની સંપતિના માલિક છે. હની સિંહના પિતા સરદાર સરબજીત સિંહ પાકિસ્તાની શરણાર્થી હતા. વિભાજન વખતે તે પાકિસ્તાનથી ભારત આવ્યા અને દિલ્હીમાં સ્થાયી થયા હતા. તેમજ પંજાબના હોશિયારપુરમાં રહેતા ભૂપિન્દર કૌર સાથે તેમણે લગ્ન કર્યા. 15 માર્ચ, 1983 ના રોજ, તેમના ઘરે એક પુત્રનો જન્મ થયો, જેનું નામ હિરદેશ સિંહ રાખ્યુ હતું. ગાવાના શોખીન હિરદેશ સિંહ પછીથી યો યો હની સિંહના નામથી પ્રખ્યાત થયો. 

2011માં શરુ કર્યું સિંગિંગ કરિયર

હની સિંહ રૅપર બનતા પહેલા દુકાન ચલાવતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે મોબાઈલ ફોન વેચતો હતો અને ત્યારબાદ મહેનતથી બોલિવૂડનો સુપરસ્ટાર સિંગર બન્યો. વર્ષ 2011માં તેણે પોતાના સિંગિંગ કરિયરની શરૂઆત કરી હતી. નવા જ અંદાજ સાથે પંજાબી ગીતો રજૂ કરીને તે રાતોરાત યુવાનોમાં લોકપ્રિય બન્યો હતો. તેનો પ્રથમ મ્યુઝિક આલ્બમ 11-11-11ને ખૂબ જ લોકપ્રિયતા મળી હતી ત્યાર બાદથી આજના દિવસ સાધી હની સિંહના દરેક મ્યુઝિક આલ્બમ લોકપ્રિય રહ્યા છે. 

હની સિંહના સૌથી લોકપ્રિય ચાર્ટબસ્ટર્સ

યો યો હની સિંહના સૌથી લોકપ્રિય ચાર્ટબસ્ટર્સમાં 'લક 28 કુડી દા', 'ભગત સિંહ (ધ ટ્રિબ્યુટ)', 'ડાન્સ વિથ મી', 'ગબરૂ', 'પંગા', 'ચસ્કા', 'હાય મેરા દિલ'નો સમાવેશ થાય છે અને આ યાદી હજુ પણ ચાલુ છે. જો કે વચ્ચે એક સમય એવો જેમાં તેણે ઘણી મુશ્કેલીનો સામનો પણ કર્યો અને ફરી પોતાની જાતને સાબિત પણ કરી. જેમાં હાલ હની સિંહ દેશના સૌથી અમીર રૅપરમાંથી એક છે. 

હની સિંહની સંપત્તિ કેટલી?

એક રિપોર્ટ અનુસાર બાદશાહની કુલ સંપત્તિ 41.3 કરોડ રૂપિયા, રફ્તારની કુલ સંપત્તિ 80 કરોડ રૂપિયા, એમસી સ્ટેઇનની કુલ સંપત્તિ 15-20 કરોડ રૂપિયા અને ડિવાઈનની કુલ સંપત્તિ 8.2 કરોડ રૂપિયા છે. જયારે યો યો હની સિંહની અંદાજિત કુલ સંપત્તિ 208 કરોડ રૂપિયા છે. 2023ના એક રિપોર્ટ અનુસાર હની સિંહ એક ગીત માટે 25-30 લાખ રૂપિયા લે છે.

હની સિંહ સાથે જોડાયેલા અમુક વિવાદ 

હની સિંહ બાબતે એવું પણ કહી શકાય કે જેટલા તેણે હીટ સોંગ્સ આપ્યા છે અંદાજે એટલા વિવાદો પણ હશે. જેમાં એક વિવાદ એવો પણ છે કે એક શાહરૂખ ખાનની ફિલ્મ 'ચેન્નઈ એક્સપ્રેસ'નું એક ગીત 'લુંગી ડાન્સ' ખૂબ જ ફેમસ થયું હતું આથી હની સિંહથી પ્રભાવિત થઇને શાહરૂખે તેને 'હેપ્પી ન્યૂ યર'માં પણ તક આપી હતી, પરંતુ એવું કહેવાય છે કે હની સિંહની ગેરવર્તણૂકના કારણે શાહરૂખે તેને થપ્પડ મારી હતી. જો કે બંનેએ આ વાત ક્યારેય સ્વીકારી નથી.

 આ ઉપરાંત વર્ષ 2013માં 'મેં હું બળાત્કારી' નામની તેનું એક ગીત આવ્યું હતું જે વિવાદનો કારણ બન્યું હતું. આ પછી હની સિંહ પર કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેની ધરપકડ કરવા માંગ ઉઠી હતી. જોકે, બાદમાં હની સિંહે આ ગીત સાથે જોડાયેલા હોવાનો ઇનકાર કરતા કહ્યું હતું કે  કોઈએ તેના નામ સાથે આ ગીત જોડીને તેને પ્રમોટ કર્યું હતું.

એક સમયના પાકા મિત્રો બાદશાહ અને હની સિંહ વચ્ચેના મતભેદો ખૂબ પ્રખ્યાત છે. એક જમાનામાં બંને સાથે કામ કરતા હતા. એવામાં બાદશાહને લાગ્યું કે હની સિંહે તેને કામ બાબતે ક્રેડિટ નથી આપતો. આ બાબતને લઈને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ત્યારબાદ બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી. 

હની સિંહ પર એક થયો હોવાથી તે નાગપુરના એક પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યાં તેણે કાર્યવાહી બાદ પોલીસકર્મીઓ અને તેના પરિવાર સાથે ફોટો પડાવ્યો હતો. તેની તસ્વીર સામે આવતા ઘણો વિવાદ થયો હતો. 

વર્ષ 2018માં તેમનું એક ગીત 'મખણા' રિલીઝ થયું હતું. જેનો લિરિક્સ બાબતે મહિલા આયોગે વાંધો ઉઠાવ્યો હતો અને તેના વિરુદ્ધ કેસ પણ દાખલ કર્યો હતો. આ સિવાય હની સિંહના ડ્રગ એડિક્શન અને ડિપ્રેશન વિષે પણ ખૂબ ચર્ચાઓ થઇ હતી. 

બર્થડે સ્પેશ્યલ: પિતા મૂળ પાકિસ્તાનના, આજે દીકરો ભારતનો સૌથી અમીર રૅપર, વિવાદોથી ઘેરાયેલું છે કરિયર 2 - image


Google NewsGoogle News