15 વર્ષ જૂના વિવાદમાં સમાધાન! બાદશાહે માંગી માફી તો હની સિંહે કહ્યું- ભગવાન શિવ તેના પર દયા કરે
Honey Singh on Badshah Apologises: હની સિંહ અને બાદશાહ બંને મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા નામ છે. બંને એકબીજાના કટ્ટર હરીફ છે અને તેમની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે. પરંતુ બંને વચ્ચેના મતભેદ અને વિવાદ ઘણા સમયથી ચર્ચામાં છે. એવામાં હવે બાદશાહે જાહેરમાં હની સિંહની માફી માંગી હતી અને કહ્યું હતું કે અમારી વચ્ચે કેટલીક ગેરસમજણ હતી, પરંતુ હવે હું આ દુશ્મનીનો અંત લાવવા માંગું છું. જાના પર હની સિંહે પ્રતિક્રિયા આપી છે.
વર્ષો સુધી મારા વિશે વાતો કરીને એક દિવસ આવીને માફી માંગે છે
બાદશાહની માફી પછી, હની સિંહને તેના તાજેતરના ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, 'શું તમે બાદશાહ સાથે મિત્રતા કરવાના મૂડમાં છો?' ત્યારે તેણે જવાબ આપ્યો હતો કે, "મને સમજાતું નથી કે તે શું કહી રહ્યો છે. શું મેં ક્યારેય કોઈના વિશે કંઈ કહ્યું છે? લોકો કહે છે કે અણબનાવ છે. મને સમજાતું નથી કે લોકો હની સિંહ અને બાદશાહની લડાઈ વિષે કેમ વાતો કરે છે! એક વ્યક્તિ આટલા વર્ષો સુધી મારા વિશે બોલતી રહે છે અને પછી એક દિવસ માફી માંગી લે છે, તો હવે હું તેના વિશે શું કહું?'
હની સિંહે વધુમાં કહ્યું કે, 'મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. હું તેને મારો મિત્ર પણ નથી માનતો. તે ક્યારેય મારો મિત્ર નહોતો. જો તે મારો મિત્ર હોત અને કંઈક થયું હોત તો અલગ વાત હતી. મે તે વીડિયો નથી જોયો, પરંતુ મેં સાંભળ્યું છે કે તેણે અમારી વચ્ચેની ગેરસમજણોનો ઉલ્લેખ કર્યો છે. મારા વિષે તેના મગજમાં કંઇક અલગ જ વાત ચાલી રહી હતી. ઘણા વર્ષો પછી તેને અહેસાસ થયો તે સારી વાત છે.'
આ પણ વાંચો: બોલિવૂડની જાણીતી કોરિયોગ્રાફર ફરાહ ખાનની માતાનું નિધન
મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી
હની સિંહે કહ્યું કે, 'ભગવાન શિવ તેમના પર કૃપા કરે. મને આશા છે કે તે વધુ સફળ થાય. પરંતુ મારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. મારા જીવનમાં એવા નજીકના લોકો છે જે મને ખૂબ જ પ્રિય છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે આ લોકો મારાથી ક્યારેય નારાજ ન થાય. જો ક્યારેય એવું થશે તો હું તેમને ખુશ કરવા માટે કઈ પણ કરીશ. દોસ્તીમાં મેં ક્યારેય કોઈ ભાઈને બીજા ભાઈનું અપમાન કરતા નથી જોયો.'