જર્મનીના એરપોર્ટ પર પ્રખ્યાત એક્ટર આર્નોલ્ડની અટકાયત, 23 લાખની ઘડિયાળ માટે 31 લાખ દંડ ભર્યો
અભિનેતાની મ્યુનિક એરપોર્ટ પર લગભગ ત્રણ કલાક સુધી અટકાયત કરી હતી
Image : Wikipedia |
actor arnold detained at Munich airport : હોલિવૂડ અભિનેતા આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર (arnold schwarzenegger)ની બુધવારે જર્મનીના મ્યુનિક (Munich Airport) એરપોર્ટ પર અટકાયત કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગના પ્રવક્તાએ એક સમાચાર એજન્સીને જણાવ્યું કે આર્નોલ્ડ એક મોંઘી ઘડિયાળ લઈ રહ્યો હતો, જેના માટે તેની અટકાયત કરવામાં આવી હતી.
આર્નોલ્ડની ત્રણ કલાક સુધી અટકાયત કરવામાં આવી
એક રિપોર્ટ અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે આર્નોલ્ડ શ્વાર્ઝેનેગરની કસ્ટમ અધિકારીઓએ જર્મનીના મ્યુનિક એરપોર્ટ પર લગભગ ત્રણ કલાક સુધી અટકાયત કરી હતી. અભિનાતાની જ્યારે કસ્ટમ અધિકારીઓએ તપાસ કરી ત્યારે તેની પાસેથી એક આયાત કરેલી લક્ઝરી સ્વિસ ઘડિયાળ મળી હતી, જેની કિંમત 26,000 યુરો (લગભગ 23,54,527 રૂપિયા) હતી. જેના વિશે અભિનેતાએ કસ્ટમ ફોર્મ પર ડિક્લેર કર્યું ન હતું.
અભિનેતા પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો
તેનો ઇરાદો આગામી ચેરિટી હરાજીમાં આ ઘડિયાળનો સમાવેશ કરવાનો હતો. કસ્ટમ્સ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્રિમિનલ ટેક્સની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે આ ઘડિયાળની નોંધણી કરાવવાની જરુર હતી, કારણ કે તે આયાત કરવામાં આવી હતી. રિપોર્ટ અનુસાર, કસ્ટમ અધિકારીઓએ અભિનેતા પર 35,000 યુરો (લગભગ 3169556 રૂપિયા)ની ડ્યુટી લગાવી છે, જેમાં 4,000 યુરોનો ટેક્સ અને 5,000 યુરોનો દંડ સામેલ છે.