26 વર્ષીય એડલ્ટ ફિલ્મ સ્ટાર સોફિયા લિયોની મૃત્યુ પામી, એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં મળી હતી

સાવકા પિતા માઈક રોમેરોએ GoFundMe પર જાહેર કરેલા નિવેદનમાં આ અંગે પુષ્ટિ કરી

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
26 વર્ષીય એડલ્ટ ફિલ્મ સ્ટાર સોફિયા લિયોની મૃત્યુ પામી, એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં મળી હતી 1 - image


Sophia Leone Death: છેલ્લા ઘણા સમયથી એડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની અભિનેત્રીઓના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. જાન્યુઆરીમાં, થાઇના ફીલ્ડ્સ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી અને ફેબ્રુઆરીમાં, 36 વર્ષીય કાગની લિન કાર્ટરે આત્મહત્યા કરી હતી. હવે થૈના અને કાગનીના નિધન બાદ વધુ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. જાણીતી એડલ્ટ સ્ટાર સોફિયા લિયોનીનું પણ નિધન થઈ ગયું છે. 26 વર્ષની સોફિયા તાજેતરમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. 

પરિવાર ભારે આઘાતમાં

26 વર્ષીય સોફિયા લિયોનીના સાવકા પિતા માઈક રોમેરોએ GoFundMe પર જાહેર કરેલા નિવેદનમાં આ અંગે પુષ્ટિ કરી છે, જ્યાં મેમોરિયલ ફંડ એકત્ર કરવામાં આવશે. સોફિયાના પિતાએ જણાવ્યું કે અભિનેત્રીના નિધનથી તેમનો પરિવાર આઘાતમાં છે. તેની માતા અને પરિવાર વતી, હું ભારે હૃદય સાથે અમારી પ્રિય સોફિયાના નિધનના સમાચાર શેર કરું છું. સોફિયાના આકસ્મિક મૃત્યુથી તેના પરિવાર અને મિત્રોને હચમચાવી દીધા છે.

સોફિયા એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી

સોફિયા લિયોનીના પિતાનું કહેવું છે કે સોફિયા 1 માર્ચે તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. સ્થાનિક પોલીસ દ્વારા મૃત્યુના કારણની તપાસ કરવામાં આવી રહી છે. તે ફરવાની શોખીન હતી અને હંમેશા તેની આસપાસના દરેકને ખુશ રાખવા માંગતી હતી. સોફિયા લિયોનના મૃત્યુ બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ છે કે શા માટે મહિલાઓના નાની ઉંમરે શંકાસ્પદ રીતે મૃત્યુ થઈ રહ્યા છે? છેલ્લા ત્રણ મહિનામાં આ ત્રીજો કિસ્સો છે, જ્યારે કોઈ એડલ્ટ સ્ટારે દુનિયાને અલવિદા કહ્યું હોય.

26 વર્ષીય એડલ્ટ ફિલ્મ સ્ટાર સોફિયા લિયોની મૃત્યુ પામી, એપાર્ટમેન્ટમાં બેભાન અવસ્થામાં મળી હતી 2 - image


Google NewsGoogle News