વિમાન તૂટી પડતાં હોલીવૂડ એકટર ક્રિશ્ચિયન ઓલિવર,બે પુત્રીઓનું નિધન

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
વિમાન તૂટી પડતાં હોલીવૂડ એકટર ક્રિશ્ચિયન ઓલિવર,બે પુત્રીઓનું  નિધન 1 - image


- વિમાન ઉડાન ભર્યા પછી થોડી વારમાં જ કૈરેબિયન સાગરમાં પડયું

મુંબઇ : હોલીવૂડના એકટર ક્રિશ્ચિયન ઓલિવરનું બે પુત્રીઓ સાથે નિધન થયું હતું. તેઓ વિમાનમાં સફર કરી રહ્યા હતા ત્યારે કૈરેબિયયન સાગરમાં વિમાન તૂટી પડયુ હતુ. આ દુઃખધ સમાચાર મળતાં અભિનેતાના પરિવાર અને ચાહકોને આઘાત લાગ્યો હતો. સ્થાનીય પોલીસે જણાવ્યું હતુ કે, ક્રિશ્ચિયન ઓલિવરનું પ્લેન આકાશમાં પહોંચ્યા પછી થોડી જ વારમાં કૈરેબિયન સાગરમાં પડી ગયુ હતું. 

રોયલ સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડાઇસ પોલીસ ફોર્સે ગુરુવારે જણાવ્યું હતું કે, મોટા પડદા પર જ્યોર્જ કલૂની સાથે ધ ગુડ જર્મન અને ૨૦૦૮માં આવેલી આઇ એકશન કોમેડી સ્પીડ રેસરમાં જોવા મળેલા ક્રિશ્ચિયન ઓલિવરનું પ્રાઇવેટ અને એક એન્જિન ધરાવતા પ્લેન અકસ્માતમાં નિધન થઇ ગયું છે. જેનો વિડીયો જોવા મળ્યો છે. 

પ્લેનમાં ગરબડ જણાતાં પાયલોટટાવરને રેડિયો ે સિગ્નલ પણ મોકલ્યુ ંહતુ કેપ્લેનમાં ગરબડ છે. પરંતુ આ કોમ્યુનિકેશનને  સીઝ કરવામાં આવ્યુ ંહતું. હવે આ મામલાની તપાસ થઇ રહી છે. જેથી જાણવા મળે કે આ દુઃખદ દુર્ર્ઘટના કઇ રીતે થઇ.

 પ્લેનમાં સમુદ્રમાં પડતુ ંજોઇને તરત જ માછીમારો અને ડૂબકીમારનાઓએ પણ છલાંગ મારી હતી. તેમણે એકટર અને બે પુત્રીઓનું સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. એકટર અને પુત્રીઓનો બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેમનું મૃત્યુ થઇ ગયુ ંહતું. ક્રિશ્ચિયન ઓલિવરની એક પુત્રી મદિતા ૧૦ વરસની અન ેબીજી એનિક ૧૨ વરસની હતી. આ ઘટનામાં પાયલોટનું પણ મત્યુ થયું હતું. 


Google NewsGoogle News