Get The App

અભિનેત્રીએ જાતે જ પોતાના વાળ કાપી નાખ્યાં, કારણ છે કેન્સર, માતાની આંખો સતત છલકાતી રહી

Updated: Jul 4th, 2024


Google NewsGoogle News
hina Khan
Image Twitter 

TV Actress hina khan fight against cancer: મશહુર ટીવી એકટ્રેસ હિના ખાન કેન્સર સામે લડી રહી છે. હાલમાં જ એક પોસ્ટમાં અભિનેત્રીએ જણાવ્યું કે, તે બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છે. અભિનેત્રીએ તે માટેની પહેલી કીમોથેરાપી પણ લઈ લીધી છે. હિના ખાને તેના કેન્સરની લડાઈની સફર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને કહ્યું છે કે, તે આ લડાઈ મજબૂતીથી લડશે, અને તેની આ જર્ની વિશે ફેન્સને પણ માહિતી આપતી રહેશે.

હિના ખાને પોતાના વાળ જાતે જ કાપ્યા હતા

કેન્સરની સારવાર માટે કીમોથેરાપીનો ઉપયોગ થાય છે અને આ પ્રક્રિયાથી શરીરના તમામ વાળ ખરી જાય છે. હિના ખાનને ખબર છે કે, તેના બધા વાળ અને આઈબ્રો ખરી જવાની છે, તેથી અભિનેત્રીએ જાતે જ પોતાના વાળ કાપવાનું નક્કી કર્યું હતું. અને તેના વાળમાંથી હિના ખાન પોતાના માટે વિગ બનાવશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર હિના ખાને વાળ કાપતી વખતનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં હિનાને વાળ કાપતી જોવા મળી રહી છે, અને સાથે તેની માતા ભાવુક થઈને રોતી જોવા મળી રહી છે, ત્યારે હિના ખાન પોતે પણ ભાવુક થઈ જાય છે.


Google NewsGoogle News