કમાણીના મામલે ટૉપ પર છે આ એક્ટર, એક ફિલ્મ માટે વસુલે છે આટલી ફી

Updated: Feb 27th, 2024


Google NewsGoogle News
કમાણીના મામલે ટૉપ પર છે આ એક્ટર, એક ફિલ્મ માટે વસુલે છે આટલી ફી 1 - image


નવી મુંબઇ,તા. 27 ફેબ્રુઆરી 2024, મંગળવાર 

ભારતમાં સૌથી વધુ કમાણી કરનારા કલાકારો: બોલીવુડ એ વિશ્વની સૌથી મોટી ફિલ્મ ઉદ્યોગોમાંની એક છે. દર વર્ષે અહીં હજારો ફિલ્મો બને છે. આ ફિલ્મમાં તમારા ફેવરેટ એક્ટર કેટલી ફી લે છે તે તમને ખબર છે? 

ફોર્બ્સે સૌથી વધુ ફી લેનારા એકટર્સની યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર, આમિર ખાનનું નામ યાદીમાં 5માં સ્થાને છે. આમિર ખાન તેની એક ફિલ્મ માટે રૂ. 100 કરોડથી રૂ. 175 કરોડ સુધીની ફી લે છે.

રજનીકાંત 

73 વર્ષના રજનીકાંત ભારતના બીજા સૌથી મોંઘા અભિનેતા છે. દર્શકો પણ સાઉથના આ સ્ટારના દિવાના છે. રજનીકાંત તેમની એક ફિલ્મ માટે રૂ. 150 કરોડથી રૂ. 210 કરોડ સુધીની ફી લે છે.

પ્રભાસ

બાહુબલી એક્ટર પ્રભાસ તેની એક ફિલ્મ માટે 100 કરોડથી 200 કરોડ રૂપિયા લે છે. આ સ્ટાર પણ દર્શકોનું ફુલ મનોરંજન કરે છે અને દર્શકો પણ બદલામાં ખૂબ પ્રેમ વરસાવે છે. 

સાઉથ સ્ટાર થલપતિ વિજય

ભારતના સૌથી મોંઘા કલાકારોની યાદીમાં તમિલ ફિલ્મના સુપરસ્ટાર જોસેફ વિજયનું નામ આવે છે. તે તેની એક ફિલ્મ માટે રૂ. 130 થી રૂ. 200 કરોડ સુધીની ફી લે છે.

કિંગ ખાન

કિંગ ખાનનું નામ આ લિસ્ટમાં ટોપ પર છે. શાહરૂખ ખાન તેમની એક ફિલ્મ માટે 150 કરોડથી 250 કરોડ રૂપિયા સુધીની ફી લે છે.


Google NewsGoogle News