Get The App

500 કરોડના કૌભાંડ કેસમાં એલ્વિશ યાદવ-ભારતી બાદ હવે આ અભિનેત્રીને દિલ્હી પોલીસનું તેડું, જાણો સમગ્ર વિવાદ

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
Rhea Chakraborty
Image :  Facebook

Hibox Investment Scam : દિલ્હી પોલીસે HIBOX APP કૌભાંડમાં બોલિવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સમન્સ પાઠવ્યું છે. રિયા પર આરોપ છે કે, તેણે જાહેરાતો દ્વારા લોકોને આ એપમાં રોકાણ કરવા માટે પ્રેરિત કર્યા. જેને લઈને પૂછપરછ કરવા માટે અભિનેત્રીને સમન્સ મોકલવામાં આવ્યા છે. અગાઉ પોલીસે આ મામલે સોશિયલ મીડિયા પ્રભાવક અને યુટ્યુબર એલ્વિશ યાદવ સહિત ચાર પ્રભાવકોને નોટિસ મોકલી હતી.

મળતી માહિતી પ્રમાણે, એલ્વિશ સહિતના સ્ટારે દિલ્હી પોલીસનો સંપર્ક ન કરતા ફરી એકવાર તમામને નોટિસ મોકલવાનો નિર્ણય લીધો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના IFSO યુનિટે HIBOX APP કેસમાં એફઆઈઆર નોંધ્યા બાદ તપાસની પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં રિયા ચક્રવર્તીને 9 ઓક્ટોબરે દિલ્હીમાં IFSO ઓફિસમાં બોલાવવામાં આવી છે.

આ પણ વાંચો : ધર્મેન્દ્રને દાદાસાહેબ ફાળકે સન્માન નહીં મળતાં હેમા માલિની નારાજ

કૌભાંડોના માસ્ટરમાઈન્ડની પોલીસે કરી ધરપકડ

HIBOX APP કેસમાં 500 કરોડનું કૌભાંડો થયુ હોવાના ખુલાસો થયો છે. ત્યારબાદ દિલ્હી પોલીસે આ કૌભાંડના માસ્ટરમાઈન્ડ સિવારામની ધરપકડ કરી છે, ત્યારે જાણવા મળ્યું હતું કે, નવેમ્બર 2016માં સિવારામે સવરુલ્લા એક્સપ્રેસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપની શરૂ કરી હતી. આ પછી ફેબ્રુઆરી 2014માં હાઈબોક્સ એપ લોન્ચ કર્યું. આ એપ થકી આશરે 30 હજાર લોકો સાથે છેતરપિંડી થઈ છે. સમગ્ર મામલામાં કેટલાય પ્રખ્યાત સ્ટાર સહિત હાઈ પ્રોફાઈલ યુટ્યુબર પણ સામિલ હોવાની જાણકારી મળી છે. 

નાણાના રોકાણ કરાવીને આ રીતે કર્યું કૌભાંડ

HIBOX APP એપને રોકાણ યોજના તરીકે પ્રમોટ કરવામાં આવી હતી. આ એપમાં સાઇન અપ કરીને નાણાંનું રોકાણ કરવામાં આવ્યું હતું. એપ દ્વારા એકથી પાંચ ટકા સુધીનું વળતર આપવાનો દાવો કર્યો છે. જેમાં એક મહિનામાં 30-90 ટકા વળતર આપવાનું પણ આશ્વાસન આપે છે, ત્યારે શરૂઆતના તબક્કામાં લોકોને એપથી રિટર્ન મળતું હતું. પરંતુ તે પછી જુલાઈ 2024માં ટેક્નિકલ ખામીઓ અને લિગલ વેલિડિટીનો હવાલો આપીને એપ્લિકેશનમાં ચૂકવણી અટકાવવામાં આવી હતી.

આ પણ વાંચો : મુસ્લિમ યુવક સાથે લગ્ન બાદ ટ્રોલ થઈ ફેમસ અભિનેત્રી, પછી કહ્યું- હું હંમેશા હિન્દુ જ રહીશ

આ સ્ટારે કર્યુ એપને પ્રમોટ

આ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કર્યા બાદ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેના ચાર બેંક એકાઉન્ટમાંથી 18 કરોડ રૂપિયા સીજ કર્યા છે. અત્યાર સુધીની તપાસમાં લગભગ 500 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ખુલાસો થયો છે. આ મામલે બોલિવૂડ એક્ટર્સ અને એપનો પ્રચાર કરનારા યુટ્યુબર્સને નોટિસ ફટકારવામાં આવી છે અને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. આમાં કોમેડિયન ભારતી સિંહ, યુટ્યુબર એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન અને લક્ષ્ય ચૌધરીનું નામ પણ સામેલ છે.


Google NewsGoogle News