સની દેઓલના પુત્રના લગ્નમાં હેમા માલિની હાજર નહીં રહે
- ઈશા અને આહના કદાચ હાજર રહી શકે
- હેમાએ ધર્મેન્દ્રની પહેલી પત્નીના પરિવારથી એક અંતર જાળવ્યું છે તે યથાવત રહેશે
મુંબઇ : ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલના લગ્ન મુંબઇમાં ૧૮મી જુનના રોજ થઇ રહ્યાં છે પરંતુ આ લગ્નમાં ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની હાજરી આપશે નહીં.
સૂત્રોના જણાવ્યા અનુસાર હેમા માલિનીએ હંમેશાથી ધર્મેન્દ્રની પહેલી પત્નીના પરિવાર સાથે અંતર રાખ્યું છે. તેથી તે આ લગ્નમા ંસામેલ થાય તેવી કોઇ સંભાવના નથી. હા, કદાચ, હેમા માલિનીની પુત્રીઓ ઇશા અને આહના તેમના પતિ સાથે લગ્નમાં ભાગ લઈ શકે છે.
નોંધનીય છે કે, સની અને બોબી દેઓલે પણ એશા અને આહના દેઓલના લગ્નમાં હાજરી આપી નહોતી. ધર્મેન્દ્રની પ્રથમ પત્ની પ્રકાશ કૌર પણ આ લગ્નમાં હાજર રહી ન હતી.