હેમા માલિની પણ રૂપેરી પડદે જરૂર પડશે તો લિપલોક કરશે
- ધર્મેન્દ્રએ હાલની ફિલ્મમાં શબાના આઝમીને લિપલોક કર્યાની ચર્ચા પર અભિનેત્રીની પ્રતિક્રિયા
મુંબઇ : કરણ જોહરના દિગ્દર્શનમાં બનેલી ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાં ધર્મેન્દ્રએ શબાના આઝમીને લિપલોક કર્યું છે. જે જોઇને સોશયલ મીડિયા પર ટીકા થઇ રહી છે.
પરિણામે ધર્મેન્દ્રની પત્ની હેમા માલિનીએ આડકતરી રીતે પોતાની પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, સ્ક્રિપ્ટની ડિમાન્ડ હશે તો હું પણ આમ કરતાં અચકાઇશ નહીં.
એક ઇન્ટરવ્યુમાં હેમા માલિનીને પુછવામાં આવ્યું હતુ ંકે, તે ધર્મેન્દ્રની માફક આ વયે પણ કિસ કરવા સહજ હશે કે નહીં. ત્યારે અભિનેત્રીએ તરત જ ઉત્તરઆપતાં કહ્યું હતું કે, હા કેમ નહીં, ચોક્કસ વાર્તાની માંગ હશે તો કિસ કરીશ. હેમા માલિનીએ એમ પણ કહ્યું હતું કે, તેણે ધર્મેન્દ્રની રોકી ઔર રાની કી પ્રેમ કહાની ફિલ્મ જોઇ નથી. પરંતુ ધર્મેેન્દ્ર અને શબાના આઝમીનું ચુંબન દ્રશ્ય જોયું છે.