Watch : હેમા માલિનીએ રામ મંદિરમાં કર્યું ભરતનાટ્યમ, ડ્રીમ ગર્લના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો થયો વાયરલ

Updated: Feb 18th, 2024


Google NewsGoogle News
Watch : હેમા માલિનીએ રામ મંદિરમાં કર્યું ભરતનાટ્યમ, ડ્રીમ ગર્લના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો થયો વાયરલ 1 - image


Hema Malini Dance : પોતાની એક્ટિંગ અને સુંદરતાથી ફેન્સના દિલો પર રાજ કરનારી એક્ટ્રેસ હેમા માલિની શાસ્ત્રીય નૃત્યને લઈને પણ લોકોની નજરોમાં બનેલા રહે છે. તેમણે અનેક સ્ટેજ પરફોર્મન્સ પણ આપ્યા છે, જેના માટે તેમના અનેક વખત વખાણ થઈ ચૂક્યા છે.

ગત દિવસોમાં હેમા માલિનીએ અયોધ્યાના રામ મંદિરમાં 'રાગ સેવા' કરી. તેમણે આ પરફોર્મન્સની કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. ત્યારબાદ હવે એક્ટ્રેસે પોતાના ડાન્સ પરફોર્મન્સનો વીડિયો પણ શેર કર્યો છે.

રામ મંદિરમાં હેમા માલિનીએ કર્યું ભરતનાટ્યમ

હેમા માલિની અનેક વખત પોતાના શાસ્ત્રીય નૃત્યથી લોકોનું દિલ જીતી ચૂકી છે. આ વખતે તેમણે અયોધ્યાના રામ મંદિરમાં ભરતનાટ્યમ કર્યું. હેમા માલિનીએ લીલા રંગની રેશમની સાડીમાં આ નૃત્ય પરફોર્મ્સ આપી. સાથે તેમણે ટેમ્પલ જ્વેલરી પહેરી, વાળમાં ફૂલનો ગજરો લગાવ્યો હતો. આ પરફેક્ટ લુકની સાથે તેમણે હ્રદય સ્પર્શી પરફોર્મન્સ આપ્યું હતું.

ફેન્સે કર્યા વખાણ

હેમા માલિનીનો ડાન્સ વીડિયો ઘણો પસંદ કરાઈ રહ્યો છે. ફેન્સે તેમના ટેલેન્ટના વખાણમાં ઘણું બધું કહ્યું. એક યૂઝરે લખ્યું કે, 'હેમાજી તમે અમારા માટે ઈન્સ્પિરેશન છે.' એક અન્ય યૂઝરે કોમેન્ટ કરી, 'તમારા પરફોર્મન્સ પર કોઈ શબ્દો જ નથી.'


Google NewsGoogle News