Get The App

ધર્મેન્દ્રને દાદાસાહેબ ફાળકે સન્માન નહીં મળતાં હેમા માલિની નારાજ

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ધર્મેન્દ્રને  દાદાસાહેબ ફાળકે સન્માન નહીં મળતાં હેમા માલિની નારાજ 1 - image


- ધર્મેન્દ્ર કરતાં મિથુન તો બહુ જુનિયર છે 

- હેમાએ મિથુનને અભિનંદન પાઠવ્યાં પણ ધર્મેન્દ્ર વંચિત હોવા અંગે દુઃખ વ્યક્ત કર્યું

મુંબઇ : ધર્મેન્દ્રને હજુ સુધી દાદા સાહેબ ફાળકે પુરસ્કાર નહીં મળવા અંગે તેમની પત્ની તથા ભાજપની સાંસદ હેમા માલિનીએ દુઃખ વ્યક્ત કર્યું છે. હેમાએ કહ્યું છે કે ધર્મેન્દ્રને અત્યાર સુધીમાં તો આ સન્માન મળી જવું જોઈતું હતું. ધર્મેન્દ્ર આ સન્માન માટે સંપૂર્ણ હક્કદાર છે. 

ઉલ્લેખનીય છે કે સરકારે તાજેતરમાં જ મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે સન્માનથી નવાજવાની જાહેરાત કરી છે. મિથુન ધર્મેન્દ્રની સરખામણીએ ક્યાંય જુનિયર છે. આ ઉપરાંત સરખામણીની રીતે ધર્મેન્દ્રએ મિથુન કરતાં વધારે સફળ અને વધારે રેન્જ ધરાવતી ફિલ્મો આપી છે. 

જોકે, હેમાએ મિથુન ચક્રવર્તીને આ સન્માન મળ્યું તે અંગે ખુશી પણ વ્યક્ત કરી હતી અને મિથુનને અભિનંદન પણ પાઠવ્યાં હતાં. 

ધર્મેન્દ્રના ચાહકોએ સદા વસવસો વ્યક્ત કર્યો છે કે ધર્મેન્દ્રને આજીવન એ સન્માન નથી મળ્યું જેનો તે હક્કદાર છે. ભૂતકાળમાં ધર્મેન્દ્ર એકથી વધુ વાર ફિલ્મફેર એવોર્ડ માટે નોમિનેટ થયો હતો પરંતુ તેને ક્યારેય એ એવોર્ડ મળ્યો ન હતો. આખરે જ્યારે ધર્મેન્દ્રને ફિલ્મફેરનો લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અપાયો ત્યારે તે એવોર્ડ સ્વીકારતી વખતે ધર્મેન્દ્રએ પોતાને બેસ્ટ એક્ટર તરીકેનો ફિલ્મ ફેર એવોર્ડ ક્યારેય ન મળ્યો તે વાતનું બહુ દુઃખ વ્યક્ત કર્યું હતું. 

૮૮ વર્ષની વયે હજુ પણ ધર્મેન્દ્ર ફિલ્મોમાં  સક્રિય છે અને નાના મોટા રોલમાં દેખા દે છે. 


Google NewsGoogle News