હેમા માલિનીએ મંગળવારે પોતાનો 70 મો જન્મદિવસ ધામધૂમથી ઊજવ્યો
- અભિનેત્રીની બર્થ ડે પાર્ટીમાં દેઓલ પરિવાર સામેલ નહોતો, પતિ ધર્મેન્દ્ર પણ નહીં
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 17 ઓકટોબર 2018, બુધવાર
હેમાએ માલિનીએ મંગળવારે પોતાનો ૭૦ મો જન્મદિવસ ઊજવ્યો હતો. આ બર્થ ડે પાર્ટી હેમાએ જુહુની મેંગો ટ્રી રેસ્ટોરન્ટમાં રાખી હતી. આ પ્રસંગે ડ્રીમ ગર્લે પિન્ક કલરની સાડી પહેરી હતી.
પાર્ટી અગાઉ પહેલા હેમા ઇસ્કોન મંદિરમાં જઇને ભગવાનના આશીર્વાદ લીધા હતા. આ દરમિયાન તેની સાથે તેના ભાઇ-ભાભી હતા.આ પાર્ટીમાં તેની બન્ને પુત્રીઓ પરિવાર સહિત, તેની ખાસ બહેનપણી રેખા અને જિતેન્દ્ર સહિત બોલીવૂડના અન્ય માંધાતાઓ હાજર હતા.
રસપ્રદ વાત એ છે કે, હેમાની આ પાર્ટીમાં દેઓલ પરિવારની હાજરી નહોતી. તેના પતિ ધર્મેન્દ્ર સુદ્ધા હેમાના જન્મદિને હાજર નહોતો. કહેવાય છે કે,ધર્મેન્દ્ર હાલ કેલિફોર્નિયા છે , અને તેણે ત્યાંથીએક વીડિયો શેયર કર્યો છે.