Get The App

હેમા માલિનીએ તેનો 72મો જન્મદિવસ ઉજવ્યો

- હેમા માલિની અને ધર્મેન્દ્રએ 2019માં 250 કરોડ રૂપિયાની સંપત્તિ દાખવી હતી

Updated: Oct 17th, 2020


Google NewsGoogle News
હેમા માલિનીએ તેનો 72મો જન્મદિવસ ઉજવ્યો 1 - image


(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.16 ઓકટોબર 2020, શુક્રવાર

હેમા માલિની ૧૬ ઓકટોબરના રોજ ૭૨ વરસના થયા છે. તેમનો જન્મ ૧૬ ઓકટોબર ૧૯૪૮માં થયો હતો. દક્ષિણ ભારતના હોવા છતાં તેમણે બોલીવૂડમા ંપોતાનો સિક્કો જમાવ્યો હતો અને કારકિર્દી દરમિયાન ઘણી સુપરહિટ ફિલ્મો આપી હતી. હવે તેઓ ભારતની સાંસદના સભ્ય છે. 

હેમાએ ૨૦૧૯ના ચુંટણી દરમિયાન પોતાની સંપત્તિ દાખવી હતી તે અનુસાર તેની પાસે બંગલા, જ્વેલરી, રોકડ  વગેરે છે. તેની પાસે મર્સિડીસ અને ટોયોટા જેવી લકઝરી કાર છે. હેમા માલિની દેઓલ અને ધર્મેન્દ્ર દેઓલની મળીને ૨૫૦ કરોડ રૂપિયા તેમણએ ૨૦૧૯માં દાખવ્યા હતા. જે ૨૦૧૪થી ૨૦૨૦ સુધીમાં ૭૨ કરોડ રૂપિયાનો વધારો થયો હતો. 

હેમા એ પરિણિત ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તે કદી ધર્મેન્દ્રની પત્નીને મળી નહોતી. હેમામાલિનીએ હવે ફિલ્મની કારકિર્દી છોડીને રાજકારણમાં વ્યસ્ત થઇ ગયા છે. તેમજ ધર્મેન્દ્ર હાલ પોતાના ફાર્મહાઉસમાં રિટાયર્ડમેન્ટનો સમય પસાર કરી રહ્યા છે. 


Google NewsGoogle News