જાણીતી અભિનેત્રી માટે સુંદરતા જ અભિશાપ બની ગઈ, સાચો પ્રેમ પણ ન મળ્યો, અનેકવાર રિજેક્ટ થઇ
Heeramandi Actress Sanjeeda Shaikh: એક્ટિંગથી લોકોનું દિલ જીતવું અને હંમેશા લોકોને પસંદ આવવું સરળ નથી, પરંતુ આજે પણ અનેક એવા સ્ટાર્સ છે જે ફક્ત પોતાના દમદાર કામ માટે જાણીતા છે. વળી, એક્ટિંગ સિવાય સૌથી વધારે જરૂરી જો કંઈ છે તો એક્ટ્રેસની સુંદરતા અને તેમના લુક્સ જે તેમની ફિલ્મી કરિયર માટે ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે. પહેલાં અને આજના સમયમાં ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં ઘણું બદલાઈ ગયું છે. આજે અમે એક એવી એક્ટ્રેસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેના પ્રેમ લગ્નના 8 વર્ષ બાદ તેના છૂટાછેડા થઈ ગયા અને આજે એકલી પોતાની દીકરીને સંભાળ રાખે છે. આ એક્ટ્રેસ બીજું કોઈ નહીં પરંતુ સંજીદા શેખ છે.
સુંદરતાના કારણે રિજેક્ટ કરાઈ
સંજય લીલા ભણસાલીની ડેબ્યુ વેબ સીરિઝ 'હીરામંડી'માં વહીદાનું પાત્ર ભજવી દર્શકોનું દિલ જીતનાર સંજીદા શેખને આ સીરિઝમાં તેને ભલે સરળતાથી કામ મળી ગયું હોય પરંતુ, થોડા વર્ષો પહેલાં તેને કામ મળવામાં ઘણી મુશ્કેલી થઈ હતી. એક સમય હતો જ્યારે લોકો તેને કહેતા હતાં કે, તમે ખૂબ સુંદર છો તેથી તમને આ રોલ નહીં મળે. એક ઈન્ટરવ્યુમાં સંજીદા શેખે કહ્યું હતું કે, 'હું સુંદર છું, આ વાતની મને ઇનસિક્યોરિટી છે કારણ કે, મને આ કારણે અનેક રોલ નથી મળ્યા. હું ઑડિશન આપવા જતી ત્યારે મને અનેકવાર મેકર્સે કહ્યું છે કે, તમે સુંદર છો તો આ રોલ તમને નહીં મળી શકે. ત્યાં મને સુંદર જણાવીને રિજેક્ટ કરી દેવામાં આવી હતી.
આ પણ વાંચોઃ ડ્રગ્સ લીધા પછી અભિનેતાએ જાહેરમાં કરી હતી ગંદી હરકત: સાઉથની જાણીતી અભિનેત્રીની આપવીતી
છૂટાછેડા બાદ દીકરી સાથે એકલી રહે છે એક્ટ્રેસ
એક્ટ્રેસે પોતાની પર્સનલ લાઇફ વિશે ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. બીજી માર્ચ, 2012ના દિવસે તેણે પોતાના લોન્ગટાઇમ બોયફ્રેન્ડ આમિર અલી સાથે લગ્ન કર્યા હતાં. ઓગસ્ટ 2020માં સેરોગેસી દ્વારા દીકરી આયરા અલીને જન્મ આપ્યો હતો. પરંતુ, લગ્નના 8 વર્ષ બાદ 2020માં આ કપલ અલગ થઈ ગયું અને 2021માં સંજીદા શેખને પોતાની દીકરીની કસ્ટડી મળતાની સાથે છૂટાછેડા પણ મળી ગયા. પોતાના છૂટાછેડા વિશે વાત કરતા એક્ટ્રેસ કહ્યું, 'મને લાગે છે કે, હું લકી છું કારણ કે, જે પણ મારી સાથે થયું તે સારૂ થયું. તેમ સમયે હું ડિપ્રેસ્ડ હતી કે, આ બધું કેમ થઈ રહ્યું છે? પરંતુ, બાદમાં બધું ઠીક થઈ ગયું.'