કમલની કમાલ: એક જ ફિલ્મમાં 10 કિરદાર નિભાવીને કમલ હસને રચ્યો હતો ઇતિહાસ

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
કમલની કમાલ: એક જ ફિલ્મમાં 10 કિરદાર નિભાવીને કમલ હસને રચ્યો હતો ઇતિહાસ 1 - image


નવી દિલ્હી,તા. 7 નવેમ્બર 2023, મંગળવાર 

સંગીતકાર, દિગ્દર્શક, સ્ક્રિપ્ટ રાઈટર અને પ્રોડ્યુસર એવા સાઉથ ઈન્ડસ્ટ્રીના મલ્ટીટેલેન્ટેડ સ્ટાર્સ કમલ હાસન માત્ર સાઉથ જ નહીં પરંતુ હિન્દી સિનેમામાં પણ પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. સાઉથના સુપરસ્ટાર કમલ હાસન પોતાની જોરદાર એક્ટિંગ અને સ્ટાઇલ માટે જાણીતા છે. દસ પાત્રો સાથે ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ સર્જનાર કમલ હાસન આજે 7મી નવેમ્બરે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 

ફિલ્મોમાં દરેક વખતે અભિનેતાનો નવો અવતાર જોવા મળે છે. કમલ હાસનને 'ચાચી 420'માં મહિલાની ભૂમિકા માટે ઘણી પ્રશંસા મળી હતી. આજે પણ લોકોને આ મુવીના દરેક ડાયલોગ્સ યાદ છે. 

કમલ હાસને 2008માં આવેલી ફિલ્મ 'દશાવથારામ'માં દસ પાત્રો ભજવીને સાઉથ ઈન્ડસ્ટ્રીમાં ઈતિહાસ રચ્યો હતો. અભિનેતાને એક ફિલ્મમાં દસ પાત્રો ભજવતા જોઈને માત્ર ચાહકો જ નહીં પણ સેલેબ્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અભિનેતાની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. 60 કરોડના બજેટ સાથે બનેલી ફિલ્મ 'દશાવથારામ'એ બોક્સ ઓફિસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા અને 200 કરોડથી વધુની કમાણી કરી. એક રિપોર્ટ અનુસાર, 'દશાવથારામ' આટલી કમાણી કરનાર તમિલ ઈન્ડસ્ટ્રીની પહેલી ફિલ્મ બની છે.

  • હસન એકમાત્ર એવા ભારતીય અભિનેતા છે, જેમીની સૌથી વધુ ફિલ્મો એકેડમી ઓવોર્ડમાં બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે નોમિનેટ થઈ છે.
  • માત્ર 4 વર્ષની ઉમંરે કમલ હસને 'કલત્તૂર કન્નમ્મા' ફિલ્મ દ્વારા ફિલ્મ જગતમાં ઝંપલાવ્યુ. બાળ કલાકાર તરીકે તેમણે પાંચ અન્ય ફિલ્મમાં કામ કર્યુ છે.

કમલ હાસનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે એક્શન થ્રિલર ફિલ્મ 'વિક્રમ'માં જોવા મળ્યા હતા. અભિનેતાની ફિલ્મે બોક્સ ઓફિસ પર 400 કરોડથી વધુની કમાણી કરી હતી. આ ફિલ્મમાં અભિનેતાની જબરદસ્ત એક્ટિંગને દર્શકોએ વખાણી હતી. હવે અભિનેતા 'કલ્કી 2898 એડી'માં જોવા મળશે. પ્રભાસની આ ફિલ્મમાં એક્ટર વિલનની ભૂમિકામાં જોવા મળવાના છે. આ સિવાય કમલ હાસન તેની આગામી ફિલ્મ 'ઈન્ડિયન-2' માટે ચર્ચામાં છે, જે 2024માં સિનેમાઘરોમાં આવશે.


Google NewsGoogle News