હર્ષવર્ધન રાણેએ પોતાની નવી ફિલ્મ 'દીવાનિયત' જાહેર કરી
- સનમ તેરી કસમના હિરોની નવી ફિલ્મ
- દિવાનિયત પણ એક લવ સ્ટોરી જ હશે, જોકે હિરોઈનના નામની હજુ જાહેરાત નહિ
મુંબઇ : 'સનમ તેરી કસમ' ફિલ્મ રી રીલિઝ વખતે હિટ થતાં ફરી ચર્ચામાં આવેલા આ ફિલ્મના હિરો હર્ષવર્ધન રાણેએ પોતાની આગામી ફિલ્મની ઘોષણા કરી છે. તેણે શેર કર્યું છ ેકે, મારી આગામી ફિલ્મ 'દીવાનિયત' એક દિલને સ્પર્ષ કરતી એક સંગીતમય પ્રેમકહાની છે.
તેણે કહ્યું હતું કે ફિલ્મની અભિનેત્રીની પણ જલદી જ ઘોષણા કરવામાંઆવશે.આ ફિલ્મને આ વરસના અંતમાં થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે.
તેણે એમ જણાવ્યું હતું કે 'સનમ તેરી કસમ' કરતાં પણ આ ફિલ્મ વધારે રોમાન્ટિક હશે. ફિલ્મનું દિગ્દર્શન મિલાપ ઝવેરી કરશે. મુશ્તાક શેખે આ ફિલ્મની સ્ટોરી લખી છે.