નીરજ તિવારીની રામાયણમાં વિભીષણના રોલ માટે હરમન બાવેજાનું નામ ચર્ચામાં

Updated: Mar 10th, 2024


Google NewsGoogle News
નીરજ તિવારીની રામાયણમાં વિભીષણના રોલ માટે હરમન બાવેજાનું નામ ચર્ચામાં 1 - image


- આ પહેલા સાઉથના અભિનેતા વિજય સેતુપતિનું નામ બોલાયું હતું

મુંબઇ : નીતેશ તિવારી દિગ્દર્શિત ફિલ્મ રામાયણ હાલ ચર્ચામાં છે. જેમાં રણબીર કપૂર રામ, સાંઇ પલ્લવી સીતા, યશ લક્ષ્મણની ભૂમિકા ભજવવાના છે. ફિલ્મમાં વિભીષણના રોલ માટે પહેલા દક્ષિણના અભિનેતા વિજય સેતુપતિનું નામ ચર્ચામાં હતું. પરંતુ હવે હરમન બાવેજાનું નામ સંભળાઇ રહ્યું છે. આ ફિલ્મની ઘોષણા ૧૭ એપ્રિલ, ૨૦૨૪ના રામનવમીના દિવસે કરવામાં આવશે. 

સોશયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, હરમન બાવેજા વિભીષણનો રોલ ભજવતો જોવા મળશે. અભિનેતાએ  હંસલ મહેતાના શો સ્કુપથી લાંબા સમય પછી  અભિનય ફરીથી શરૂ કર્યો છે. હવે તે નીતેશ તિવારીની રામાયણમાં રાવણના નાના ભાઇ વિભીષણના રોલમાં જોવા મળે તેવી શક્યતા છે. 

નીતેશ તિવારી રામાયણ ત્રણ ભાગમાં બનાવાનો છે. જેમાં પહેલા ભાગમાં સીતાના અપહરણ સુધીની વાતો વણી લેવામાં આવશે. આ પછી બીજા ભાગમાં હનુમાન અને વાનરસેના દ્વારા રામસેતુ પુલ અને ત્રીજા ભાગમાં રામ-રાવણનું યુદ્ધ, રામની જીત અને અયોધ્યા પાછા ફરવાની વાતો સમાવામાં આવશે. 


Google NewsGoogle News