Get The App

Happy Birthday Preity Zinta: જ્યારે ડિમ્પલ ગર્લએ અંડરવર્લ્ડ ડોન વિરુદ્ધ જુબાની આપીને આખા બોલીવુડને હચમચાવી દીધુ હતું

Updated: Jan 31st, 2023


Google NewsGoogle News
Happy Birthday Preity Zinta: જ્યારે ડિમ્પલ ગર્લએ અંડરવર્લ્ડ ડોન વિરુદ્ધ જુબાની આપીને આખા બોલીવુડને હચમચાવી દીધુ હતું 1 - image


- અંડરવર્લ્ડ સાથે જોડાયેલો મામલો હોવાથી પ્રીતિનું નિવેદન વીડિયોગ્રાફી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું

મુંબઈ, તા. 31 જાન્યુઆરી 2023, મંગળવાર

બોલીવુડમાં ડિમ્પલ ગર્લના નામથી પ્રખ્યાત પ્રીતિ ઝિન્ટા પોતાનો 48મો જન્મ દિવસ ઉજવી રહી છે. તે પોતાની એક્ટિંગથી લાખો લોકોના દિલ પર રાજ રાજ કરે છે. પ્રીતિની ગણતરી એવા સ્ટાર્સમાં થાય છે જેઓ નિડર બનીને પોતાની વાત રાખી શકે છે. આજે અમે તેની સાથે જોડાયેલો એક એવો કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ જેને સાંભળીને તમને વિશ્વાસ થશે કે ઈન્ડસ્ટ્રીમાં પ્રીતિથી વધુ નીડર કોઈ નથી.

આ કિસ્સો ફિલ્મ 'Chori Chori Chupke Chupke'ના સમયનો છે. તે સમયે અંડરવર્લ્ડ ડોન સામે કોર્ટમાં જુબાની આપી હતી. ફિલ્મમાં સલમાન ખાન, રાની મુખર્જી જેવા સ્ટાર્સ હતા અને તે ફિલ્મનું નિર્દેશન અબ્બાસ-મસ્તાને કર્યુ હતું. ઓન પેપર આ ફિલ્મ હીરાના વેપારી ભરત શાહ અને નાઝીમ રિઝવી દ્વારા બનાવવામાં આવી હતી પરંતુ વાસ્તવમાં તેમાં અંડરવર્લ્ડ ડોન છોટા શકીલના પૈસા લાગ્યા હતા. 

Happy Birthday Preity Zinta: જ્યારે ડિમ્પલ ગર્લએ અંડરવર્લ્ડ ડોન વિરુદ્ધ જુબાની આપીને આખા બોલીવુડને હચમચાવી દીધુ હતું 2 - image

જ્યાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા કલાકારો અંડરવર્લ્ડ સામે પોતાની જીભ પણ ખોલી નથી શકતા તે સમયે પ્રીતિએ કોર્ટમાં જઈને ડોન છોટા શકીલ વિરુદ્ધ જુબાની આપી હતી. પ્રીતિને સતત ધમકીભર્યા કોલ આવી રહ્યા હતા જેના કારણે તે કોર્ટ પહોંચી હતી. અંડરવર્લ્ડ સાથે જોડાયેલો મામલો હોવાથી પ્રીતિનું નિવેદન વીડિયોગ્રાફી દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યું હતું. નિવેદનના આધારે ભરત શાહની ધરપકડ કરવામાં આવી હતી અને નિર્માતા નાઝીમ રિઝવીને પણ આ કેસમાં દોષી ઠેરવવામાં આવ્યા હતા.

આ અંગે અભિનેત્રીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, હું ખૂબ જ ડરી ગઈ હતી અને પરેશાન હતી ત્યાર બાદ હું ફિલ્મના નિર્માતા નાઝીમ રિઝવીને મળી હતી. તેણે મને કહ્યું કે, બધું સારું થઈ જશે અને મને તેનો ફોન નંબર આપ્યો અને કહ્યું કે જો મને બીજી કોઈ સમસ્યા હોય તો તેને ફોન કરો. પ્રીતિની આ નીડરતાએ સમગ્ર ઈન્ડસ્ટ્રીને હચમચાવી દીધુ હતું. લોકોએ તેમના આ પગલાની પ્રશંસા કરી હતી.


Google NewsGoogle News