Happy Birthday Big B: બોલિવૂડના મહાનાયકે રાતે 12 વાગે 'જલસા'ની બહાર આવીને ચાહકોને આપી સરપ્રાઈઝ
- બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન આજે (11 ઓક્ટોબર) 80 વર્ષના થઈ ગયા છે
મુંબઈ, તા. 11 ઓક્ટોબર 2022, મંગળવાર
11 ઓક્ટોબરના રોજ અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી તથા ચાહકો અલગ-અલગ રીતે બિગ બીનો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ ખાસ દિવસે 'ગુડબાય'ના મેકર્સે ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે. 11 ઓક્ટોબરના રોજ આ ફિલ્મની ટિકિટ માત્ર 80 રૂપિયામાં જ મળશે. બોલિવૂડના 'શહેનશાહ' અમિતાભ બચ્ચન આજે (11 ઓક્ટોબર) 80 વર્ષના થઈ ગયા છે. અમિતાભ બચ્ચનના 80માં જન્મદિવસે રાત્રે 12:00 વાગ્યે તેમના ચાહકો જલસાની બહાર એકઠા થયા હતા. ત્યારબાદ તેમને જલસા બહાર જે જોવા મળ્યું તે સામાન્ય ન હતું. બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન રાત્રે 12:00 વાગ્યે પોતાના ફેન્સને મળવા જલસાના ગેટ પર આવ્યા હતા. આ દરમિયાન સુરક્ષા ખૂબ જ કડક હતી પરંતુ ચાહકોને અમિતાભને રૂબરૂ મળવાની તક ચોક્કસ મળી હતી.
અમિતાભ બચ્ચન રાત્રે 12:00 વાગ્યે જલસાના ગેટ આગળ આવી ફેન્સને સરપ્રાઈઝ આપ્યું હતું. બીજી તરફ ચાહકો અમિતાભ બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા અને ખુશીથી નાચતા જોવા મળે હતા. તમને જણાવી દઈએ કે 80 વર્ષની ઉંમરમાં પણ અમિતાભ બચ્ચન વર્ક ફ્રન્ટ પર સક્રિય છે અને દિવસમાં 15-15 કલાક કામ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ અમિતાભ બચ્ચનની ફિલ્મ ગુડબાય સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર આ ફિલ્મ દરેક જગ્યાએ માત્ર 80 રૂપિયામાં જોવા મળી રહી છે. આજે અમિતાભ બચ્ચનના જન્મદિવસ પર કૌન બનેગા કરોડપતિમાં એક ખૂબ જ ખાસ એપિસોડ પણ જોવા મળશે જેમાં અભિષેક બચ્ચન અને જયા બચ્ચન પણ સામેલ થશે.