'હનુમાન' ફિલ્મના નિર્માતાઓએ વચન પૂર્ણ કર્યું, કલેક્શનથી રામ મંદિરને 2.60 કરોડ રૂપિયા કર્યા દાન

આ ફિલ્મે વિશ્વભરમાંથી 150 કરોડનો આંકડો પાર કરી દીધો છે

કુલ 53,28,211 ટિકિટોમાંથી 2,66,41,055 રુપિયાનું યોગદાન કર્યુ છે

Updated: Jan 22nd, 2024


Google NewsGoogle News
'હનુમાન' ફિલ્મના નિર્માતાઓએ વચન પૂર્ણ કર્યું, કલેક્શનથી રામ મંદિરને 2.60 કરોડ રૂપિયા કર્યા દાન 1 - image
Image Twitter 

પ્રશાંત વર્માના નિર્દેશન હેઠળ બનેલી સુપરહીરો ફિલ્મ 'હનુમાન' 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજ સજ્જા, વરલક્ષ્મી સરથકુમાર, અમૃતા અય્યર અને વિનય રાય અભિનીત આ ફિલ્મ દુનિયાભરમાં બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે. ફિલ્મ નિર્માતાઓએ હાલમાં અયોધ્યા રામ મંદિર માટે દરેક ટિકિટના વેચાણ પર પાંચ રુપિયા આપવાનો નિર્ણય કર્યો હતો, નિર્માતાઓએ આપેલુ વચન આજે તેમણે પુરુ કર્યુ છે.

ફિલ્મની ટીમે અયોધ્યાના રામ મંદિર માટે 2,66,41,055 રુપિયા દાન કર્યુ હતું. આ ફિલ્મે વિશ્વભરમાંથી 150 કરોડનો આંકડો પાર કરી દીધો છે. ફિલ્મની ટીમનું કહેવું છે કે, ફિલ્મ 'હનુમાન' ને આજે બીજા અઠવાડિયે પણ દેશ- વિદેશમાં બોક્સ ઓફિસમાં સારી પરફોર્મન્સ બતાવી રહી છે. 

પ્રી-રિલીઝ ઈવેન્ટ દરમિયાન નિર્માતાઓએ કહ્યું હતું કે, રામ મંદિર માટે ફિલ્મની જે પણ ટિકિટો વેચાશે તે દરેક ટિકિટમાંથી પાંચ રુપિયા આપવાનો ઉલ્લેખ કર્યો હતો. હનુમાન ફિલ્મના નિર્માતાઓએ પહેલા ફિલ્મના પ્રીમિયર દરમ્યાન વેચાયેલ  2,97,162 ટિકિટોમાંથી 14,85,810 રુપિયાનો ચેક આપી ચુક્યા છે, ત્યાર બાદ બીજી કુલ 53,28,211 ટિકિટોમાંથી 2,66,41,055 રુપિયાનું યોગદાન કર્યુ છે. 


Google NewsGoogle News