નાગા ચૈતન્ય અને શોભિતાનાં લગ્ન પૂર્વે હલ્દીની રસમ યોજાઈ
- 4થી ડિસેમ્બરનાં લગ્ન પૂર્વેની વિધિઓ શરુ
- લગ્નના પ્રસારણ હક્કો ઓટીટી પ્લેટફોર્મને વેચ્યા હોવાનો પરિવારનો ઈનકાર
મુંબઇ : નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાનાં આગામી તા. ચોથી ડિસેમ્બરે થનારાં લગ્ન પૂર્વે મંગલ સ્નાનમ તરીકે ઓળખાતી વિધિઓ યોજાઈ હતી. તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
શોભિતા ટ્રેડિશનલ શણગારમાં બહુ જ સુંદર લાગી રહી હોવાની કોમેન્ટસ તેના ચાહકોએ કરી હતી.
દરમિયાન, આ લગ્નના પ્રસારણ હક્કો એક ઓટીટી પ્લેટફોર્મને ૫૦ કરોડ રુપિયામાં વેચાયા હોવાની વાતો પ્રસરી હતી. પરંતુ, નાગા ચૈતન્યએ એક સંવાદમાં કહ્યું હતું કે આ વાત ખોટી છે. આવો કોઈ સોદો થયો નથી.
તેમનાં લગ્ન હૈદરાબાદમાં અક્કીનેની પરિવારની માલિકીના અન્નપૂર્ણા સ્ટુડિયોમાં યોજાવાનાં છે. લગ્ન બહુ ધામધૂમથી થવાનાં છે. તેમાં સાઉથ ઉપરાતં બોલીવૂડના કેટલાક કલાકારોને પણ આમંત્રણ હોવાનું ચર્ચાય છે.