પિતા પાસે 55 કરોડની સંપત્તિ છતાં દેવું નથી ચૂકવી શકતો ગુરુચરણ સિંહ, મિત્રએ વર્ણવી વ્યથા
Taarak Mehta Ka Ooltah Chashmah fame Gurucharan Singh: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ફેમ ગુરુચરણ સિંહ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. તેના નજીકની મિત્ર ભક્તિ સોનીએ કહ્યું કે, હાલ તે દેવામાં ડૂબેલો છે. સોનીએ ખુલાસો કરતાં કહ્યું કે, ગુરુચરણને 1.5 કરોડ રૂપિયાનું દેવું ચૂકવવાનું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ગુરુચરણનો પરિવાર પણ આ મુશ્કેલ સમયમાં તેમની મદદ કરી રહ્યો નથી. દુ:ખની વાત એ છે કે, તેને નજીકના મિત્રો કે નજીકના લોકો કોઈ મદદ નથી કરી રહ્યા. તેમણે કહ્યું કે, ગુરુચરણના પિતા પાસે 55 કરોડ રૂપિયાની મિલકત છે, છતાં તેઓ કંઈ કરી રહ્યા નથી.
આ પણ વાંચો: ટ્રોલ્સે 'આન્ટી' કહી તોય અભિનેત્રીને કોઈ ફેર ન પડ્યો, કહ્યું - હું તો આજે પણ હૉટ છું...
ગુરુચરણ સિંહ પર આશરે 1.2 કરોડ રૂપિયાનું દેવું છે
ભક્તિ સોનીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, 'ગુરુચરણ સિંહ પર આશરે 1.2 કરોડ રૂપિયાનું દેવું છે. તેમના પિતા 55 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક છે. પરંતુ કમનસીબે ભાડૂઆતો મિલકત ખાલી કરી રહ્યા નથી. અને હાલમાં તેના પર વિવાદ ચાલી રહ્યો છે. જો મામલો ઉકેલાઈ જાય અને પ્રોપર્ટી વેચાઈ જાય, તો તેઓ તેમનું દેવું ચૂકવવામાં સક્ષમ થશે શકશે.'
ગુરુચરણ સિંહની બચત પણ ખતમ
ભક્તિ સોનીએ વધુ વાત કરતાં કહ્યું કે, 'ગુરુચરણની બધી બચત હવે ખતમ થઈ ગઈ છે. હાલમાં તેને સૌથી વધુ મદદની જરૂર છે, ત્યારે તેના પરિવારના સભ્યો સહિત કોઈ તેને મદદ કરતું નથી. મારા જેવા મિત્રો અને દિલ્હીમાં રહેતો એક મિત્ર જ તેને આર્થિક રીતે મદદ કરી રહ્યા છીએ.'
ગુરુચરણ સિંહ ધંધો શરૂ કર્યા પછી કંગાળ થઈ ગયો
ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2024 માં ગુરુચરણ સિંહે પણ આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હોવાની વાત કરી હતી. એ પછી તે અચાનક ઘણા દિવસો માટે ગાયબ થઈ ગયો. એ પછી અમે જ્યારે તેને મળ્યા ત્યારે તેણે કહ્યું કે, વર્ષ 2020 માં કોરોના વાયરસ રોગચાળા દરમિયાન મુંબઈ છોડી દીધું હતું અને પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું હતું. જોકે, કેટલાક કારણોસર તે સફળ ન થયો. જેના કારણે તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ત્યારે પણ તે ખૂબ જ હેરાન હતો.