દિલજીત દોસાંઝના મોંઘા કોન્સર્ટ વિવાદમાં કૂદ્યા જાણીતા સિંગર, કહ્યું - 'કલાકારના ચાહકોના ઘર પણ વેચાઈ જાય છે...'
Gurdas Maan Defends Diljit Dosanjh: પંજાબી એક્ટર-સિંગર દિલજીત દોસાંઝના ગીતોનો ક્રેઝ લોકોમાં જોરદાર છે. હાલ દિલજીત 'દિલ-લુમિનાટી વર્લ્ડ ટૂર' પર છે. જેમાં વિદેશમાં તેના ઘણા શોની ટિકીટો આંખના પલકારે વેચાય જાય છે. તે ભારતના એવા કલાકારોમાંથી એક છે જેમના ઇન્ટરનેશનલ કોન્સર્ટનો ખૂબ જ ક્રેઝ હોય છે અને તેમાં ભારે ભીડ એકઠી થાય છે.
દિલ્હીમાં દિલજીતના કોન્સર્ટની ટિકિટની કિંમત રૂ. 19,000
ટૂંકસમયમાં જ દિલજીતનો દિલ્હીમાં એક કોન્સર્ટ છે અને આ કોન્સર્ટનો એવો ક્રેઝ છે કે બુકિંગ શરુ થયાના થોડી જ વારમાં ટિકિટ હાઉસફુલ થઈ ગઈ હતી. આ કોન્સર્ટની ટિકિટની કિંમત રૂ. 19,000 હતી. કોન્સર્ટની આટલી કિંમત જોઈને એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરે શોની આટલી મોંઘી ટિકિટ બાબતે દિલજીતની ટીકા કરી હતી.
વીડિયો વાયરલ થતા દિલજીતની ટીકા
ઈન્ફ્લુએન્સરે દિલજીતની ટીકા કરતા કહ્યું હતું કે, 'ભારતીય કલાકારને કોન્સર્ટ ટિકિટ માટે 20-25 હજાર રૂપિયા લેવાનો કોઈ અધિકાર નથી.' દિલજીતના દિલ્હી શોની સૌથી મોંઘી ટિકિટ 19 હજાર રૂપિયાથી વધુ છે અને ઈન્ફ્લુએન્સરનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર તેના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
આ પણ વાંચો: હિમેશ રેશમિયાના પિતા અને સંગીતકાર વિપીન રેશમિયાનું નિધન
ગુરદાસ માને કર્યો દિલજીતનો બચાવ
દિલજીતની ટીકા થતા પંજાબી મ્યુઝિક આઈકન ગુરદાસ માને દિલજીતનો બચાવ કર્યો છે. એક ઈન્ટરવ્યુમાં ગુરદાસે 'મોંઘવારી'ને ટાંકીને કહ્યું કે 19 હજાર રૂપિયાની કિંમત શ્રોતાઓ માટે કંઈ નથી.
યુકેમાં તેના શોના ક્રેઝ વિશે વાત કરતાં ગુરદાસે કહ્યું, 'યુકેમાં એવું નથી કે શો માટે એનાઉન્સમેન્ટ થાય, થોડી ટિકિટ વેચાય જાય અથવા તો તમે ત્યાં પહોંચો ત્યાં જ બધી ટિકિટ વેચાય જાય. એવામાં પછી ત્યાં પહોંચ્યા પછી, લોકો જે બે-ચાર સીટ બાકી છે તે લઈ લે છે. તેઓ પણ ઈચ્છે છે કે અમે આગળની સીટ પર આવીએ. જયારે આગળની સીટ તો એ લોકો લે છે જેઓ આશિક છે. કલાકારના એકદમ નજીક છે, તેઓ એવા આશિક છે કે આ માટે પોતાનું ઘર પણ વેચી નાખે.'
ગુરદાસે કહ્યું 'મોંઘવારી કેટલી છે બાબાજી!'
દિલજીત દોસાંજના શોની ટિકિટ બાબતે ગુરદાસ માન બોલ્યા, 'કેટલી મોંઘવારી છે, બાબાજી! મારા મતે, તે સમયની ટિકિટો પ્રમાણે 19 હજાર રૂપિયા ખૂબ ઓછા છે. તે સમયે 100 રૂપિયાની કિંમત બઉ વધુ હતી, જો એ સમયના સો રૂપિયાને અત્યારના હજારમાં માની લો તો લો તો તમને કેટલું મળશે. જે લોકો આ કોન્સર્ટ જોવા જઈ રહ્યા છે, તેમના માટે 19 હજાર રૂપિયા કોઈ મોટી વાત નથી. 19 હજાર તે લોકો માટે છે જેઓ સામે બેસીને જોવા માંગે છે. બાકી લોકો માટે પાછળ ઘણી જગ્યા છે. અમારા શોમાં પણ આવું થાય છે. સાંભળવાની ઈચ્છા, જે અપેક્ષા છે, તે મહત્વની છે.'