Grammy Awards 2025: ગ્રેમી એવોર્ડ્સમાં બિયોન્સે, લેડી ગાગા છવાઈ; જુઓ વિજેતાની યાદી, કાન્યે વેસ્ટની પત્ની વિવાદોમાં
Grammy Awards 2025: સંગીતની દુનિયાનો સૌથી મોટો એવોર્ડ, ગ્રેમી 2025ની જાહેરાત કરવામાં આવી છે. રેકોર્ડિંગ એકેડમી દ્વારા 67મા ગ્રેમી એવોર્ડના વિજેતાઓની યાદી બહાર પાડવામાં આવી છે. જેમાં ઈન્ટરનેશનલ લેવલ પર પોતાના શાનદાર ગીતોથી ફેન્સના દિલ જીતનાર દિગ્ગજ સિંગર બિયોન્સેને તેના ફેમસ આલ્બમ 'કાઉબોય કાર્ટર' માટે સૌથી વધુ નોમિનેશન (11) મળ્યા અને તેણે બેસ્ટ કન્ટ્રી આલ્બમ માટે જીત મેળવી હતી. આ સિવાય ઘણા વિદેશી સિંગર અને મ્યુઝીશિયન છે જેમણે ગ્રેમી એવોર્ડ 2025માં પોતાની પ્રતિભા સાબિત કરી છે.
અમેરિકન સિંગર ચેપલ રોને ગોલ્ડન ગ્રામોફોન જીત્યો
અમેરિકન સિંગર ચેપલ રોને ગ્રેમી એવોર્ડ 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે સબરીના એનલિન, ખ્રુઆંગબીન રે અને ટેડી સ્વિમ્સ જેવા સિંગરને હરાવીને ગોલ્ડન ગ્રામોફોન કેટેગરીમાં જીત મેળવી હતી.
બિયોન્સેએ 'કાઉબોય કાર્ટર' માટે મેળવ્યા સૌથી વધુ નોમિનેશન
બિયોન્સે તેના ફેમસ આલ્બમ 'કાઉબોય કાર્ટર' માટે સૌથી વધુ નોમિનેશન (11) મેળવ્યા હતા. સિંગરે તેના કરિયરમાં 32 ગ્રેમી એવોર્ડ જીત્યા છે. બેસ્ટ કન્ટ્રી આલ્બમ જીત્યા બાદ તે ચોંકી ગઈ હતી. તેણે આ જીત માટે ભગવાનનો આભાર માન્યો કહ્યું કે મને આની અપેક્ષા નહોતી.
ચંદ્રિકા ટંડને અનુષ્કા શંકર-રાધિકા વેકરિયાને હરાવ્યા
ભારતીય-અમેરિકન ચંદ્રિકા ટંડને 'ત્રિવેણી' આલ્બમ માટે બેસ્ટ ન્યૂ એજ આલ્બમનો ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. રિકી કેજ, રિયુચી સકામોટો, અનુષ્કા શંકર અને રાધિકા વેકરિયા પણ આ કેટેગરીમાં નોમિનેટ થયા હતા.
એલિસિયા કીઝને ગ્રેમીમાં વિશેષ સન્માન
16મી વખતના ગ્રેમી એવોર્ડ વિજેતા રહેલી દિગ્ગજ હિપ-હોપ આર્ટિસ્ટ ક્વીન લતીફા, સંગીતકાર એલિસિયા કીઝને સંગીત અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ડૉ. ડ્રે ગ્લોબલ ઈમ્પેક્ટ એવોર્ડ એનાયત કર્યો છે.
કોલ્ડ પ્લેએ ગ્રેમી એવોર્ડ્સમાં મહેફિલ લૂંટી
ગાયક અને સંગીતકાર ક્રિસ માર્ટિન, તેના રોક બેન્ડ કોલ્ડપ્લે દ્વારા, ગ્રેમી એવોર્ડ્સ 2025 માં અદભૂત પરફોર્મન્સ આપીને ચાહકોના દિલ જીતી લીધા હતા.
લેડી ગાગાએ ગ્રેમીસમાં ધૂમ મચાવી
લેડી ગાગાએ પણ 67મો ગ્રેમી એવોર્ડ જીત્યો છે. તેને અને બ્રુનો માર્સને બેસ્ટ પોપ ડ્યુઓ ગ્રુપ પરફોર્મન્સ (ડાય વિથ અ સ્માઈલ) માટે વિજેતા પસંદ કરવામાં આવ્યા હતા.
કેન્યે વેસ્ટની પત્ની બિઆન્કા ગ્રેમીસમાં ઉભો કર્યો વિવાદ
ગ્રેમી એવોર્ડ 2025માં જ્યારે રેપર સિંગર કેન્યે વેસ્ટની પત્ની મોડલ બિઆન્કા સેન્સારી કપડા વગર રેડ કાર્પેટ પર પહોંચી ત્યારે ઘણો હોબાળો થયો હતો. ગાર્ડે બંનેને બહારનો રસ્તો બતાવ્યો હતો.
SHAKIRA GOT A GRAMMY FOR BEST LATIN POP VOCAL ALBUM !!!!
— KaMorian (Sparkling Alien 💫) (@ka_morian0121) February 3, 2025
AND SHE GOT IT ON HER BIRTHDAY !!!!🥹🥹🥳🥳#GRAMMYs #Grammys2025 #Shakira pic.twitter.com/KrRjl9iMe4
આ ગાયકોએ ગ્રેમી એવોર્ડમાં જીત મેળવી હતી
- બેસ્ટ કન્ટ્રી આલ્બમ (કાઉબોય કાર્ટર સોન્ગ) - બિયોન્સે
- બેસ્ટ પોપ વોકલ આલ્બમ (શોર્ટ એન્ડ સ્વીટ સોન્ગ) - સબરીના કાર્પેન્ટર
- બેસ્ટ કન્ટ્રી સોન્ગ - કેસી મસ્ગ્રેવ્સ
-શ્રેષ્ઠ ન્યૂ આર્ટિસ્ટ - ચેપલ રોન
- બેસ્ટ લેટિન પોપ આલ્બમ (લાસ મુજેરેસ યા નો લોરાન) - શકીરા
- નેસ્ત કન્ટ્રી ડ્યુઓ/ગ્રુપ પરફોર્મન્સ (II મોસ્ટ વોન્ટેડ) - બિયોન્સે અને માઇલી સાયરસ
- બેસ્ટ રેપ આલ્બમ (એલીગેટર બાઈટ્સ નેવર હીલ સોન્ગ) - ડોએચી
- બેસ્ટ ગોસ્પેલ પરફોર્મન્સ/સોન્ગ - વન હેલેલુજાહ
- બેસ્ટ સોન્ગ રાઈટર ઓફ ધ યર (નોન-ક્લાસિકલ) - એમી એલન
- બેસ્ટ રોક આલ્બમ (હેકની ડાયમંડ સોન્ગ) - ધ રોલિંગ સ્ટોન
- બેસ્ટ રેપ પર્ફોર્મન્સ - નોટ લાઈક અસ - કેન્ડ્રીક લેમર
- બેસ્ટ રેપ સોન્ગ - નોટ લાઈક અસ - કેન્ડ્રીક લેમર
- બેસ્ટ જાઝ વોકલ આલ્બમ- એ જોયફુલ હોલીડે- સમરા જોય
- બેસ્ટ જેઝ ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ - રિમેમ્બરન્સ, ચિક કોરિયા એન્ડ બેલા ફ્લેક
- બેસ્ટ ટ્રેડિશનલ પોપ વોકલ આલ્બમ- વિઝન, નોરાહ જોન્સ
- બેસ્ટ કન્ટેમ્પરરી ઇન્સ્ટ્રુમેન્ટલ આલ્બમ - પ્લોટ આર્મર, ટેલર ઇઝીએસ્ટ.